Western Times News

Gujarati News

સુપર કોમ્પ્યુટરની આગાહી કરીઃ આ દેશ જ વર્લ્ડ કપ જીતશે

આ વખતે આજેર્ન્ટિના અને પોર્ટુગલ વચ્ચે ફાઈનલ રમાશે, ઈંગ્લેન્ડની ટીમ ફરી સેમી ફાઈનલમાં પહોંચશે

નવી દિલ્હી,  દુનિયાની સૌથી મોટી ટુર્નામેન્ટ ગણાતા ફૂટબોલ વર્લ્ડકપનુ કાઉન્ટ ડાઉન શરુ થઈ ચુકયુ છે. કતારમાં ૨૦ નવેમ્બરથી વર્લ્ડકપ શરુ થશે અને ૧૮ ડિસેમ્બર સુધી ચાલશે.દર વખતની જેમ ૩૨ ટીમો વર્લ્ડકપમાં ભાગ લેશે.૨૨મી વખત ફુટબોલ વર્લ્ડકપ રમાશે.

દુનિયાના બે દિગ્ગજ ખેલાડીઓ આર્જેન્ટીનાના મેસી અને પોર્ટુગલના રોનાલ્ડો માટે આ કદાચ છેલ્લો વર્લ્ડકપ હશે.બંને ખેલાડીઓ પોતાની ટીમને એક પણ વખત ચેમ્પિયન બનાવી શકયા નથી. ટુર્નામેન્ટનુ કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયુ છે ત્યારે સુપર કોમ્પ્યુટરે એવી આગાહી કરી છે કે, આ વખતે આજેર્ન્ટિના અને પોર્ટુગલ વચ્ચે ફાઈનલ રમાશે અને તેમાં આજેર્ન્ટિનાની ટીમ વિશ્વ વિજેતા બનશે.

આ સુપર કોમ્પ્યુટરના કહેવા અનુસાર ઈંગ્લેન્ડની ટીમ ફરી સેમી ફાઈનલમાં પહોંચશે પણ તે પેનલ્ટી શૂટઆઉટમાં પોર્ટુગલની સામે હારી જશે.ગયા વર્લ્ડકપમાં પણ ઈંગ્લેન્ડને શૂટ આઉટમાં ક્રોએશિયાના હાથે સેમિ ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

વર્તમાન ચેમ્પિયન ફ્રાંસની વાત કરવામાં આવે તો તે ગ્રુપ ડીમાં બીજા સ્થાન રહેશે.તેનો પ્રી કવાર્ટર ફાઈનલમાં આજેર્ન્ટિના સામે મુકાબલો થશે પણ આ વખતે ફ્રાન્સ હારી જશે.ગયા વર્લ્ડકપમાં પ્રી કવાર્ટર ફાઈનલમાં ફ્રાન્સે જ આજેર્ન્ટિનાને હરાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.