Western Times News

Gujarati News

અજય દેવગણની થેન્ક ગોડ ઉપર અક્ષયની રામસેતુ ભારે પડી

ત્રણ દિવસમાં રામસેતુએ ભારતમાં ૩૫ કરોડનું કલેક્શન કર્યુ, થેન્ક ગોડની ત્રણ દિવસની કમાણી ૧૮ કરોડ રુપિયા

નવી દિલ્હી,  દિવાળી નિમિત્તે બોલીવૂડની બે ફિલ્મો રામસેતુ અને થેન્ક ગોડ વચ્ચે ટક્કર થઈ છે. એક સાથે રિલિઝ થયેલી આ બંને ફિલ્મોમાં અક્ષય કુમારની રામસેતુ હવે અજય દેવગણની થેન્ક ગોડ પર ભારે પડી ગઈ છે.

રિલિઝ થયાના ત્રણ દિવસમાં અક્ષયની ફિલ્મે ભારતમાં ૩૫ કરોડ રુપિયાનુ કલેક્શન કર્યુ છે.વીક એન્ડમાં આ ફિલ્મની કમાણી વધે તેવુ લાગે છે.કલેકશનના આંકડા જાેઈને અક્ષય કુમારને રાહત થઈ હશે.કારણકે અક્ષયની છેલ્લા ત્રણ ફિલ્મ ફ્લોપ ગઈ હતી.

બીજી તરફ અજય દેવગણની થેન્ક ગોડની ત્રણ દિવસની કમાણી ૧૮ જ કરોડ રુપિયા પર પહોંચી છે.તહેવારોની સિઝનને જાેતા આ કલેક્શન નિરાશાજનક છે.શનિવાર અને રવિવારે જાે ફિલ્મની કમાણીનો ગ્રાફ ઉપર નહીં જાય તો આ ફિલ્મ માટે થીયેટરોમાં ટકી રહેવુ મુશ્કેલ બનશે.

જાેકે રામસેતુ ફિલ્મ પણ ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ થાય તેવી શક્યતાઓ તો ઓછી જ છે.જ્યારે થેન્ક ગોડ ફ્લોપ સાબિત થવાના રસ્તે જ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.