Western Times News

Gujarati News

પેપરફ્રાયએ આણંદમાં નવો સ્ટુડિયો શરૂ કર્યો

અગ્રણી ઇકોમર્સ ફર્નિચર અને હોમ ગૂડ્સ કંપની પેપરફ્રાયએ ગુજરાતના આણંદમાં એનો પ્રથમ સ્ટુડિયો શરૂ કરવાની જાહેરાત કરી હતી. ઓફલાઇન કામગીરીમાં વધારો કંપનીના આકર્ષક બજારોમાં પહોંચવાના તથા ભારતમાં ઘર અને લિવિંગ સ્પેસમાં એના ઓમ્નિચેનલ કસ્ટમર જોડાણને મજબૂત બનાવવાના ઉદ્દેશને સુસંગત છે. અત્યારે પેપરફ્રાય દેશમાં 200+ સ્ટુડિયો સાથે 100+ શેરોમાં કામગીરી ધરાવે છે.

પેપરફ્રાય સ્ટુડિયોઝે ભારતમાં ફર્નિચર રિટેલ ક્ષેત્રમાં પરિવર્તન લાવી દીધું છે. કંપનીની ઓમ્નિચેનલ વ્યૂહરચના સમગ્ર દેશમાં FOFO સ્ટુડિયોઝના વિસ્તરણથી સંચાલિત છે અને અત્યારે 90થી વધારે યુનિક પાર્ટનર સાથે કામ કરે છે. નવો સ્ટુડિયો ગ્રીનવૂડ ઇન્ટેરિઅર એન્ડ ફર્નિચર ગેલેરી સાથે જોડાણમાં શરૂ થયો છે, જે આણંદમાં મઠિયા ચોરામાં જીજે એસએચ 75માં મોકાના સ્થાને સ્થિત છે, જેનો કાર્પેટ એરિયા 583 ચોરસ ફીટ છે.

આ સ્ટુડિયો ગ્રાહકોને ફર્નિચર અને હોમ પ્રોડક્ટ્સના બહોળા કેટાલોગનો વ્યવહારિક અનુભવ ઓફર કરે છે. ગ્રાહકોને કંપનીના ઇન્ટેરિઅર ડિઝાઇન કન્સલ્ટન્ટ પાસેથી ડિઝાઇન પર વિશેષ સલાહ મળશે. આણંદમાં સ્ટુડિયોનો ઉદ્દેશ ગુજરાતમાં હોમ અને લિવિંગના ગ્રાહકોની વિશિષ્ટ જરૂરિયાતો પૂરી કરવા વ્યક્તિગત ખરીદીનો શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવાનો છે.

પેપરફ્રાયના ફ્રેન્ચાઇઝિંગ અને એલાયન્સિસના બિઝનેસ હેડ અમૃતા ગુપ્તાએ કહ્યું હતું કે, “અમને પેરાડિગ્મ ક્રિએશન સાથે જોડાણમાં આણંદમાં અમારો નવો સ્ટુડિયો શરૂ કરવાની ખુશી છે. પેપરફ્રાય ફ્રેન્ચાઇઝ હોવું ઉદ્યોગસાહસની સફળતા છે અને અમારો ઉદ્દેશ ગ્રાહકોને મેટ્રોપોલિટન અને ટિઅર 1 શહેરોના મોટાં કેચમેન્ટ વિસ્તારોથી પર ગ્રાહકો સુધી પહોંચવાનો છે.

અમારા ફ્રેન્ચાઇઝ પાર્ટનર્સમાં સફળ વ્યવસાયો, મહિલા ઉદ્યોગસાહસિકો, સેનાના પૂર્વ અધિકારીઓ અને પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસો સામેલ છે. અત્યારે પેપરફ્રાયના કસ્ટમર ઇન્ટરેક્શન્સનો મોટા ભાગ એઆર અને વર્ચ્યુઅલ પ્રોડક્ટ ઇન્ટરેક્શન્સનો ઉપયોગ કરે છે. સમગ્ર દુનિયામાં ઘર નામની લાગણીને જગાવવાના અમારા અભિયાન સાથે અમે ગ્રાહકને સતત શ્રેષ્ઠ સેવા પ્રદાન કરવા પ્રયાસરત છીએ.”

વિનોદ પટેલ (ફ્રેન્ચાઇઝ સ્ટુડિયોના માલિક)એ કહ્યું હતું કે, “અમને ભારતની અગ્રણી હોમ અને ફર્નિચર માર્કેટપ્લેસ પેપરફ્રાય સાથે જોડાણ કરવાની બહુ ખુશી છે. પેપરફ્રાય ખરાં અર્થમાં અલગ ઓમ્નિચેનલ વ્યવસાયમાં પથપ્રદર્શક છે અને અમને સૌથી મોટો ઓમ્નિચેનલ હોમ અને ફર્નિચર વ્યવસાય ઊભો કરવાની સફરનો ભાગ બનવા પર ગર્વ છે.”

વર્ષ 2017માં શરૂ થયેલું પેપરફ્રાય ફ્રેન્ચાઇઝ બિઝનેસ મોડલ પેપરફ્રાય દ્વારા ઓર્ડર પૂર્ણ કરે છે અને વેચાણ પછીની સેવાઓ આપે છે, સ્ટુડિયો ડિઝાઇન, લોંચ અને સેટ અપ, કાર્યકારી માર્ગદર્શન, માર્કેટિંગ અને પ્રમોશન્સ પર સપોર્ટ કરે છે. પેપરફ્રાય સ્થાનિક ઉદ્યોગસાહસો સાથે જોડાણ ધરાવે છે, જેઓ અતિ સ્થાનિક માગના ચક્ર અને પ્રવાહોથી વાકેફ હોય છે. પેપરફ્રાય દર મહિને આશરે 8થી 9 ફ્રેન્ચાઇઝ શરૂ કરે છે.

પેપરફ્રાય એક્સલરેટર પ્રોગ્રામ વર્ષ 2021માં પેપરફ્રાયની ઓફલાઇન કામગીરી વધારવા શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામની મોટી ખાસિયત છે – ફ્રેન્ચાઇઝ પાર્ટનર્સ દ્વારા મૂડીગત ખર્ચની જરૂરિયાત, જેની શરૂઆત રૂ. 15 લાખથી થાય છે. આ મોડલ 100 ટકા કિંમત સમાનતા પર આધારિત છે અને તેમાં પાર્ટનરને પ્રોડક્ટ ઇન્વેન્ટરી રાખવાની જરૂર નથી, જે એને પારસ્પરિક લાભદાયક વ્યવસાયિક જોડાણ બનાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.