Western Times News

Gujarati News

ગુજરાતમાં ATS-GSTના ૧૫૦ સ્થળે દરોડાથી ફફડાટ

ગુજરાતમાં રહીને દેશને નુકશાન પહોંચાડનારા ગદ્દારો સામે મોટી કાર્યવાહી એટીએસ અને જીએસટી વિભાગનું રાજ્યના ૧૩ જિલ્લામાં ઓપરેશન ક્લીન

ગાંધીનગર,  ગુજરાતમાં એટીએસ અને જીએસટી વિભાગે મોટી કાર્યવાહી કરતા સમગ્ર રાજ્યમાં ૧૫૦ સ્થળો પર દરોડા પાડ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ, ભરૂચ, સુરત, ભાવનગર અને જામનગરમાં દરોડા ચાલું છે. એજન્સીઓએ આ દરોડા નકલી બિલોના નામે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનના સંદર્ભમાં પાડ્યા છે.

થોડા દિવસો પહેલા સુરત પોલીસે પણ અંદાજે ૫૦૦ કરોડ રૂપિયાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. તે સમયે ૨૧ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

એક દિવસ પહેલા જ આવકવેરા વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગે રાજકોટ, ભુજ અને ગાંધીધામમાં અનેક મોટા ઉદ્યોગગૃહો સાથે સંકળાયેલા લોકો પર દરોડા પાડ્યા હતા. આઇટી વિભાગના આ દરોડા રિયલ એસ્ટેટ અને ફાઈનાન્સ બ્રોકર્સના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પર પડ્યા હતા.

ગુજરાતમાં સરકારી એજન્સીઓના આ દરોડા એવા સમયે પડી રહ્યા છે જ્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. જાે કે, આ દરોડાની કાર્યવાહીમાં કેટલી રકમ વસૂલ કરવામાં આવી હતી અથવા કેટલી કરચોરી પકડાઈ હતી તે જાહેર કરવામાં આવ્યું નથી.

ગુજરાતમાં રહીને દેશને નુકશાન પહોંચાડનારા ગદ્દારો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત એટીએસ અને જીએસટી વિભાગનું રાજ્યના ૧૩ જિલ્લામાં ઓપરેશન ક્લીન. દેશ વિરોધી તત્વો સામે રાજ્યના ૧૩ જિલ્લામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

આ ઓપરેશનમાં સાજીદ અજમલ શેખ અને સાહેઝાદ નામના કૌભાંડના માસ્ટર માઈન્ડ ઝડપાયા છે. આ બંને માસ્ટરમાઈન્ડનું પીએફઆઈ સાથે કનેક્શન હોવાની આશકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરતમાં ૧૦થી વધુ લોકોની અટકાયત કરી એસઓજી ઓફિસ પર પૂછપરછ કરવામાં આવી રહી છે.

નકલી બિલના નામે કરોડો રૂપિયાનું લેવડ-દેવડ કર્યું હોવાની આશંકા છે. ખેડા અને વડોદરા જિલ્લામાં પણ ગુજરાત એટીએસ અને જીએસટી વિભાગે ઓપરેશન હાથ ધર્યું છે.

વિધાનસભાની ચૂંટણીમાં મોટા પાયે કાળા નાણાનો ઉપયોગ થવાની સંભાવના છે. ચૂંટણીમાં ગેરકાયદેસર નાણાનો ઉપયોગ થવાની શક્યતાને રોકવા માટે ચૂંટણી પહેલા આવા દરોડા પાડવામાં આવતા હોવાની અટકળો ચાલી રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં ૧ અને ૫ ડિસેમ્બરે યોજાવા જઈ રહી છે.

તેના પરિણામો હિમાચલ પ્રદેશના ચૂંટણી પરિણામોની સાથે ૮ ડિસેમ્બરે જાહેર થવાના છે. ગુજરાતની સત્તા પર છેલ્લા ૨૭ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો કબજાે છે. આ વખતે તેઓ કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીના પડકારનો સામનો કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.