Western Times News

Gujarati News

ભાજપ-કોંગ્રેસમાં ટિકિટના અસંતોષને લઇને ઠેકઠેકાણે કાર્યકરો દ્વારા વિરોધ

(એજન્સી) અમદાવાદ, ગુજરાત ચુંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસ દ્વારા મોટાભાગના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જેને લઇને ઠેકઠેકાણે આગેવાનોમાં અને પક્ષ કાર્યકરોમાં વિરોધનો સૂર ઉઠ્‌યો છે. બીજી તરફ ટિકિટની ફાળવણીને લઇને નારાજ નેતાઑ પક્ષમાંથી રાજીનામાં પણ આપી રહ્યા છે.

ટિકિટને લઇને હજુ પણ કકળાટ જાેવા મળી રહ્યો છે. ભાજપ હોય કે કોંગ્રેસ ઉમેદવારોના નામની જાહેરાત થતાની સાથે જ ઘણી બેઠકો પર ખેચતાણ જાેવા મળી રહી છે. તેવી સ્થિતિ વચ્ચે નારાજ નેતાઑને મનાવવામાં ભાજપ-કોંગ્રેસનું મોવડી મંડળ સફળ રહેશે કે કેમ તે જાેવું રહ્યું ?

વડોદરાની વાઘોડિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિરોધ થઇ રહ્યો છે. પેરાશુટ ઉમેદવાર સામે સ્થાનિક કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવી કોંગ્રેસના ૫૦૦ કાર્યકરો સહીત હોદ્દેદારોએ રાજીનાની ચીમકી આપી હતી. કોંગ્રેસે સત્યજીતસિંહ ગાયકવાડને ટિકિટ આપતા વિરોધનો સૂર ઉઠ્‌યો છે.

અમદાવાદમાં પણ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરાઇ હતી. નારાજ કાર્યકરોએ કાર્યાલયમાં તોડફોડ કરી ભરતસિંહ સોલંકીનો અને ઈમરાન ખેડાવાલાને ટિકિટ અપાતા રોષ વ્યાકત કર્યો હતો. ભરતસિંહ સોલંકીનું પોસ્ટર સળગાવી કાર્યકરોએ વિરોધ કર્યો હતો.

ભાવનગર જિલ્લાની ગારીયાધાર ૧૦૧ વિધાન સભામાં કોંગ્રેસ દ્વારા આયાતી ઉમેદવાર મુકતા કોંગ્રેસમાં રોષ ફેલાયો છે. કોંગ્રેસએ દિવ્યેશ ચાવડાને ટિકિટ આપતા વિરોધ કરી જાે કોંગ્રેસ ગારીયાધાર બેઠક પર ઉમેદવાર નહિ બદલે તો ગારીયાધાર અને જેસર સહિતના કોંગી કાર્યકરો સંગઠનમાંથી રાજીનામાં આપી વિરોધ નોંધાવશે.

ચૂંટણીને લઈ અરવલ્લીમાં ભાજપનું રાજકારણ ગરમાયું છે. જેમાં બાયડ ભાજપ ઉમેદવાર ભીખીબેન પરમારને બદલવાની ઉગ્ર માંગ સાથે કાર્યકરોમાં અસંતોષ ફેલાયો છે. જેને બદલવાની માંગ અને ધવલસિંહ ઝાલાને ટિકિટની રજૂઆતને લઇને હજારોની સંખ્યામાં કાર્યકરો ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યા હતા.

ચૂંટણી ટાણે કોંગ્રેસમાં વિરોધનો વંટોળ યથાવત હોય તેમ અમદાવાદ બાદ ઉમરેઠના કાર્યકર્તાઓ પ્રદેશ કાર્યાલય ખાતે પહોચ્યા હતા. જેમાં દ્ગઝ્રઁ સાથે ગઠબંધનના વિરોધમાં બસો માં ગયેલા કાર્યકરોએ રોષ ઠાલવ્યો હતો. પાટણ બેઠકના પર પણ વિરોધ ઉઠ્‌યો છે સંભવિત રાજુલ દેસાઈના નામથી નારાજ કાર્યકરો કમલમ પહોચ્યા હતા. જ્યાં વિરોધને પગલે કમલમનો દરવાજાે બંધ કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.