Western Times News

Gujarati News

1100 કરોડથી વધુની કમાણી કરનાર RRRની સિક્વલ બનશે

મુંબઈ: બાહુબલી ફેમ રાજામૌલીની જુનીયર એનટીઆર અને રામચરણ સ્ટારર ફિલ્મ ‘આરઆરઆર’ એ બોકસ ઓફિસના અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. ફિલ્મે ભારત જ નહીં, વિદેશમાં પણ સારો બિઝનેસ કર્યો છે.

આ ફિલ્મે વર્લ્ડવાઈડ 1100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. ફેન્સ લાંબા સમયથી ઈચ્છતા હતા કે આ ફિલ્મની સિકવલ બને, હવે આ ફિલ્મને લઈને નિર્દેશક ખુદ રાજામૌલીએ જાહેરાત કરી છે કે આ ફિલ્મની સિકવલ બનશે.

તેમણે કહ્યું હતું કે ‘આરઆરઆર-2’ આવશે. હાલ મારા પિતા વિજેન્દ્ર પ્રસાદની સાથે આ ફિલ્મની કથા પર કામ કરી રહ્યો છું. ઉલ્લેખનીય છે કે આરઆરઆર આ વર્ષની સુપરહિટ ફિલ્મોમાની એક છે. કેટલાક દિવસ પહેલા આ ફિલ્મો એકટર જુનીયર એનટીઆરે એક ઈવેન્ટમાં જણાવ્યું હતું કે હું ઈચ્છું છું કે ‘આરઆરઆર’નો કોઈ અંત ન હોવો જોઈએ.

હું ફરી એકવાર રામચરણ સાથે કામ કરવા માગું છું. જુનીયર એનટીઆરે જણાવ્યું હતું કે મને લાગે છે કે ‘આરઆરઆર’ એક ફ્રેન્ચાઈઝી છે અને એસ.એસ.રાજામૌલી આ ફિલ્મની સિકવલના બારામાં જરૂર વિચારે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.