Western Times News

Gujarati News

શિલ્પાની દિકરીએ ભાઈના વાળ ખેંચતા બૂમ પાડી ઉઠ્યો

મુંબઈ, ચિલ્ડ્રન્સ ડે પર શિલ્પા શેટ્ટીએ બંને બાળકો સમિષા અને વિઆનનો વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વિડીયોમાં બે વર્ષીય સમિષા અને ૧૦ વર્ષનો વિઆન ફ્લોર પર ઊંઘતા ઊંઘતા મસ્તી કરી રહ્યા છે. વિડીયોમાં જાેઈ શકો છો કે ધીમે-ધીમે ભાઈ-બહેનની મસ્તી ઝઘડામાં ફેરવાઈ જાય છે. સમિષા વિઆનના વાળ ખેંચે છે અને તે મમ્મીને બૂમો પાડતો જાેવા મળી રહ્યો છે.

શિલ્પાએ આ વિડીયો શેર કરતાં લખ્યું, આ સ્મિત મારું રોજનું મોટિવેશન છે. મારા જીવનમાં આ બંને સ્ટ્રેસ દૂર કરનારા અને એનર્જી વધારનારા સૌથી ક્યૂટ તત્વો છે અને હું તેમની આભારી છું. આ રિમાઈન્ડર છે કે આપણે આપણી અંદરના બાળકને હંમેશા જીવિત રાખવા જાેઈએ અને કોઈપણ કિંમતે તેમની રક્ષા કરવી જાેઈએ.

સૌને ચિલ્ડ્રન્સ ડેની શુભેચ્છા. શિલ્પા શેટ્ટીના આ વિડીયો પર ફેન્સ અને ફોલોઅર્સ કોમેન્ટ કરીને તેને સૌથી ક્યૂટ વિડીયો ગણાવ્યો હતો. સબા અલી ખાને કોમેન્ટ કરતાં બાળદિવસની શુભેચ્છા આપી હતી. પ્રીતિ ઝિંટા અને ઉર્વશી રૌતેલા આ વિડીયો પર હાર્ટ ઈમોજી દ્વારા કોમેન્ટ કરીને બંને બાળકો પર પ્રેમ વરસાવ્યો હતો.

વળી, ઘણાં ફેન્સે સમિષાને મસ્તીખોર ગણાવી હતી. શિલ્પા શેટ્ટીએ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે ૨૦૦૯માં લગ્ન કર્યા હતા. ૨૦૧૨માં શિલ્પા શેટ્ટીએ દીકરા વિઆનને જન્મ આપ્યો હતો. જ્યારે સમિષાને જન્મ ૨૦૨૦માં સરોગસી દ્વારા થયો હતો. શિલ્પાએ એ સમયે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ત્રણ પ્રયત્નો પછી સમિષાનો જન્મ થયો હતો. વર્કફ્રંટની વાત કરીએ તો, શિલ્પા છેલ્લે ફિલ્મ ‘નિકમ્મા’માં જાેવા મળી હતી.

હાલ તે રોહિત શેટ્ટીની વેબ સીરીઝ ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ’નું શૂટિંગ કરી રહી છે. આ સીરીઝ દ્વારા તે ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરશે. આ સીરીઝમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પણ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.