Western Times News

Gujarati News

હિંમતનગરના ઉમેદવાર વી. ડી. ઝાલા સામે ભાજપમાં વિરોધ, કાર્યકરોના રાજીનામા

File

ઝાલાના વિરોધમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યોએ રાજીનામા ધરી દીધા, નગર પાલિકાના કોર્પોરેટરોએ પણ પોતાના પદેથી રાજીનામા આપ્યા

હિંમતનગર,  ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માટે બીજેપી ઈશ્યુ કરેલ મેન્ડેટ બાદ ચોતરફ ઉકળતા ચરૂની સ્થિતિ છે. આપ-કોંગ્રેસની સાથે હવે ભાજપમાં પણ વિરોધનો વંટોળ જાેવા મળી રહ્યો છે.

ગઈકાલે ધવલસિંહ ઝાલાની ટિકિટ કપાતા ભાજપના કાર્યાલય કમલમને કાર્યકરોએ બાનમાં લીધું હતુ અને સ્થિતિ એટલી વણસી ગઈ કે કમલમના દરવાજા બંધ કરવાની નોબત આવી ગઈ હતી.જાેકે હવે સાબરકાંઠામાં ભાજપે જાહેર કરેલ ઉમેદવારનો વિરોધ જાેવા મળી રહ્યો છે.

હિંમતનગરમાં બીજેપીના જાહેર થયેલ ઉમેદવાર વી ડી ઝાલાનો વિરોધ થઈ રહ્યો છે. કાર્યકર્તા અને પદાધિકારીઓએ વિરોધ દર્શાવવા રાજીનામા સોંપી દીધા છે.વી ડી ઝાલાના વિરોધમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યોએ રાજીનામા ધરી દીધા છે.

નગર પાલિકાના કોર્પોરેટરોએ પણ પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. મળતી માહિતી પ્રમાણે ઝાલાના વિરોધમાં કુલ ૨૨ પદાધિકારીઓએ રાજીનામા ધરી દીધા છે પરંતુ હજી સુધી રાજીનામા સ્વીકારાયા નથી. મહત્વનું છે કેદ્બ સાંજ સુધીમાં ઉમેદવાર નહી બદલાય તો વધુ રાજીનામા પડવાની શક્યતા દેખાઇ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.