Western Times News

Gujarati News

ઝઘડિયાના ખરચી ગામ નજીક લોકો દ્વારા રસ્તા રોકો આંદોલન

(પ્રતિનિધિ)ભરૂચ, ઝઘડિયા તાલુકાના ખરચી ગામ નજીક ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું.જેમાં મળતી માહિતી મુજબ ઝઘડિયા તાલુકાના ખરચી ગામ નજીક સ્ટેટ હાઈવે પર ખરચી ગામના લોકો એ ટ્રેક્ટર,પથ્થરો તેમજ બાઈકો મૂકી ચક્કાજામ કર્યો હતો સ્ટેટ હાઈવેને બંધ કરી દેવાતા વાહનોની લાંબી કતારો લાગી હતી.આ બનાવની જાણ ઝઘડિયા પોલીસને થતા ઝઘડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ વામન ભરવાડ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ગ્રામજનો દ્વારા ઝઘડિયા પ્રાંત અધિકારી, મામતદાર અને PWD અધિકારીને જાણ કરવામાં આવી હતી.ત્યાર બાદ પોલીસ દ્વારા સમજાવવામાં આવતા આ રસ્તો ફરીથી રાબેતા મુજબ શરૂ થયો હતો.પરંતુ ગ્રામજનો એ ચીમકી આપી છે કે જાે આ સમસ્યાનો સમાધાન જલ્દીથી નહીં કરવામાં આવે અને ખરાબ રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે તો ફરીથી આ રસ્તો બંધ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

બિસ્માર્ગના પરથી ઊડતી ધૂળના કારણે અનેક બીમારીઓ થાય છે વાહનોની નુકસાન થાય છે તેમજ અકસ્માતો પણ વધ્યા છે.જેથી જલ્દીથી આ રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી ખરચી ના ગ્રામજનો દ્વારા તંત્ર પાસે માંગ કરવામાં આવી છે અને જાે આ સમસ્યાનો જલ્દીથી નિરાકરણ કરવામાં નહીં આવે તો ફરીથી આ રસ્તો બંધ કરવામાં આવશે તેમ ગામના ડેપ્યુટી સરપંચ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.