Western Times News

Gujarati News

લિફ્ટ દુર્ઘટના કેસમાં આરોપીઓને જામીન આપવા હાઈકોર્ટનો ઈનકાર

એડોર એસ્પાયર ટુ બિલ્ડીંગના બાંધકામ દરમ્યાન લીફ્ટ તૂટી પડવાની દુર્ઘટનામાં સાત શ્રમિકોના મોત થયા હતા

અમદાવાદ,  ગુજરાત યુનિવર્સિટી પાસે એડોર એસ્પાયર ટુ બિલ્ડીંગના બાંધકામ દરમ્યાન લીફ્ટ તૂટી પડવાની દુર્ઘટનામાં સાત નિર્દોષ શ્રમિકોના મોતના ચકચારભર્યા કેસમાં આરોપી કોન્ટ્રાકટર સૌરભ કમલેશભાઇ શાહને જામીન આપવાનો ગુજરાત હાઇકોર્ટે આજે સાફ ઇન્કાર કરી દીધો હતો.

જસ્ટિસ સમીર જે.દવેએ આરોપીપક્ષને સાફ સુણાવ્યું કે, આ કેસમાં પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ થઇ ગયુ છે, તેથી હાલના તબક્કે આરોપીને હાઇકોર્ટમાંથી જામીન મળવાપાત્ર નથી. આરોપીને નીચલી કોર્ટમાં જામીન અરજી કરવાની કોર્ટે સ્વતંત્રતા આપી હતી.

આ કેસમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ નૈમીશ કિરીટભાઇ પટેલ અને દિનેશ મણિલાલ પ્રજાપતિ દ્વારા પણ હાઇકોર્ટમાં જામીન અરજી કરાઇ છ,ે જે પણ આવતીકાલે જસ્ટિસ સમીર જે.દવેની કોર્ટમાં જ સુનાવણી અર્થે નીકળનાર છે. પરંતુ આ કેસમાં ચાર્જશીટ ફાઇલ થઇ ગયુ હોય તે ગ્રાઉન્ડ પર હવે આ બંને આરોપીઓની જામીન અરજી પણ આવતીકાલે પાછી ખેંચાય તેવી શકયતા છે.

આરોપી કોન્ટ્રાક્ટર સૌરભ શાહની જામીન અરજીની સુનાવણી દરમ્યાન આજે જસ્ટિસ સમીર જે.દવેએ આરોપીને કેસની ગંભીરતા જાેતાં જામીન આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો અને જણાવ્યું હતું કે, આ કેસમાં ચાર્જશીટ દાખલ થઇ ગયુ છે, આરોપીની અરજી ચાર્જશીટ પહેલાં દાખલ થયેલી છે, તેથી હવે તમે નીચલી કોર્ટમાં જઇને આવો.

આ કેસમાં રાજય સરકાર તરફથી અધિક સરકારી વકીલ જશવંત કે.શાહ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગુજરાત યુનિવર્સિટી પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓ સૌરભ કમલેશભાઇ શાહ, નૈમીશ કિરીટભાઇ પટેલ અને દિનેશ મણિલાલ પ્રજાપતિ વિરૂધ્ધ ગઇકાલે જ મેટ્રોપોલીટન કોર્ટમાં સાપરાધ મનુષ્ય વધ સહિતની ગંભીર કલમો

હેઠળ બહુ મહત્ત્વનું અને એક હજાર પાનાનું દળદાર ચાર્જશીટ અત્રેની ઋમેટ્રોપોલીટન કોર્ટમાં દાખલ કર્યું છે. જેમાં પંચ, તપાસ કરનાર અધિકારી સહિત ૫૧ સાક્ષીઓના નિવેદન રજૂ કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.