Western Times News

Gujarati News

ભારતીયો માટે ઓસ્ટ્રેલિયામાં જવું થયું મુશ્કેલ! ૫૦ ટકાથી વધુ વીઝા રિજેક્ટ

નવીદિલ્હી, ઘણા ભારતીય વિદ્યાર્થીઓને આ વર્ષે તેમના સ્ટુડન્ટ વીઝા મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. લેટેસ્ટ મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ઓસ્ટ્રેલિયાએ ભારત, પાકિસ્તાન અને નેપાળના સ્ટુડન્ટ વીઝા માટે એપ્લાય કરનારા લગભગ ૫૦ ટકા વિદ્યાર્થીઓના વીઝા રિજેક્ટ કરી દીધા છે.

મીડિયા રિપોર્ટ્‌સમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં જ ઓસ્ટ્રેલિયન અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ભારત, પાકિસ્તાન અને નેપાળમાંથી એપ્લાય કરનારા લગભગ ૫૦ ટકા વિદ્યાર્થીઓના તેમના સ્ટુડન્ટ વીઝા રિજેક્ટ થયા છે.

૨૦૨૨ ને લઈ, ઓસ્ટ્રેલિયન અધિકારીઓએ સૂચવ્યું કે આંતરરાષ્ટ્રીય વીઝા માટે અરજી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. જાે ચાર વિદ્યાર્થીઓ એડમિશન માટે અરજી કરી રહ્યા છે, તો તેમાં ફક્ત એક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી છે. તો વોકેશનલ એજ્યુકેશન માટે ભારત, પાકિસ્તાન અને નેપાળમાંથી અરજી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૫૦ ટકાથી ઓછી છે. આ કોર્સિસ માટે માત્ર ૩.૮ વિદ્યાર્થીઓની અરજીઓ મંજૂર કરવામાં આવી છે. કુલ ૯૦૦ વિદ્યાર્થીઓમાંથી માત્ર ૩૪ વિદ્યાર્થીઓને જ વિદ્યાર્થી વીઝા મળ્યા છે.

રિપોર્ટ્‌સમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે જુલાઈ ૨૦૨૨ સુધીમાં, ભારતના લગભગ ૯૬,૦૦૦ વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરી રહ્યા છે અથવા તેઓએ અભ્યાસ માટે અરજી કરી છે. ચીન પછી ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ભારતમાં સૌથી વધુ છે.

જાે વાત કરીએ હાયર એજ્યુકેશનની તો ભારતીય વિદ્યાર્થીઓ માટે વીઝા મેળવવાનો સક્સેસ રેટ અથવા કહો કે વીઝા અપ્રુવનો રેટ ઘટીને ૫૬ ટકા થઈ ગયો છે. પાકિસ્તાની વિદ્યાર્થીઓ માટે, તે ૫૭ ટકા છે, જ્યારે નેપાળી વિદ્યાર્થીઓ માટે, આ સંખ્યા ૩૩ ટકા છે. તો વોકેશનલ એજ્યુકેશન માટે નેપાળી વિદ્યાર્થીઓના વીઝા અપ્રુવલ રેટ ૧૫ ટકા સુધી છે.

ઓસ્ટ્રેલિયાના ગૃહમંત્રી ક્લેર ઓ’નીલે કહ્યું કે કોમનવેલ્થ દેશો માટે ઈમિગ્રેશન સિસ્ટમને ફરીથી કામ કરવા અંગે વાત થઈ છે. જાેકે, મીડિયા રિપોર્ટ્‌સ સૂચવે છે કે સ્ટુડન્ટ વીઝા રિજેક્ટ થવાના ઘણા કારણો છે. આમાં નકલી એજન્ટો અને થર્ડ પાર્ટી એજન્સીઓનો સમાવેશ થાય છે.

જેઓ વિદ્યાર્થીઓને વચન આપે છે કે તેમને ૧૦૦% પ્રવેશ મળશે, પરંતુ નકલી દસ્તાવેજાેને કારણે પ્રવેશ મળતો નથી. આ કારણે અરજીઓની સંખ્યા વધે છે, પરંતુ રિજેક્શન પણ વધે છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.