Western Times News

Gujarati News

સૂર્યકુમાર યાદવે યુવરાજસિંહનો રેકોર્ડ તોડ્યો: T20માં સૌથી વધુ છગ્ગા

(એજન્સી)નવી દિલ્હી, બીજી ટી-૨૦ મેચમાં સુર્યકુમાર યાદવે ધૂમ મચાવી હતી. તેણે ૪૯ બોલમાં સદી ફટકારીને ધમાલ મચાવી દીધી હતી. સૂર્યકુમાર યાદવની ટી-૨૦ ઈન્ટરનેશનલમાં બીજી સદી છે. મહત્વનું છે કે, સદી ફટકારવા સિવાય આ બેટ્‌સમેને એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે.

સૂર્યકુમાર યાદવે ટી-૨૦ ઈન્ટરનેશનલમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના લિસ્ટમાં યુવરાજસિંહને પણ પાછળ છોડી દીધો છે. યુવરાજે પોતાની ટી-૨૦ ઈન્ટરનેશનલ કરિયરમાં ૭૪ છગ્ગા ફટકાર્યા હતા. તો હવે સૂર્યકુમાર યાદવના નામે ૭૯ છગ્ગા છે. હાલ રોહિત શર્માના નામે ટી-૨૦ ઈન્ટરનેશનલમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ છે.

રોહિતે અત્યારસુધીમાં ટી-૨૦ ઈન્ટરનેશનલમાં કુલ ૧૮૨ છગ્ગા ફટકાર્યા છે. પોતાની બેટિંગ દરમિયાન સૂર્યકુમાર યાદવે ૧૧ ચોકા અને ૭ છગ્ગા ફટકાર્યા હતા. સૂર્યકુમાર યાદવે ૨૧૭ની સ્ટ્રાઈક રેટની સાથે રન બનાવીને ધડાકો કર્યો ગતો. સુર્યકુમાર સિવાય કિશને ૩૧ બોલમાં ૩૬ રન બનાવ્યા હતા.

આ મેચમાં ભારતે પહેલી બેટિંગ લીધી હતી અને ૨૦ ઓવરમાં ૬ વિકેટ પર ૧૯૧ રન બનાવ્યા હતા. મહત્વનું છે કે, કીવી ટીમના કેપ્ટન વિલિયમસને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો. કીવી બોલર ટિમ સાઉદીમાં ૨૦મી ઓવરમાં સતત ત્રણ બોલ પર ત્રણ વિકેટ લઈને પોતાની હેટ્રિક પણ પૂરી કરી લીધી હતી, પરંતુ મેચમાં સૂર્યકુમાર યાદવે રંગ રાખ્યો હતો.

સૂર્યકુમાર યાદવ બાદ દિપક હુડ્ડાએ પણ સારુ પ્રદર્શન કર્યુ હતું. ભારતીય યુવા બ્રિગેડના અનુભવી અને સારા પ્લેયર્સે ન્યૂઝિલેન્ડને બીજી ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચમાં ૬૫ રનના મોટા અંતરથી હરાવ્યું હતું. માઉન્ટ માઉંગાનુઈના નાના મેદાન પર સુર્યકુમાર યાદવે ૪૯ બોલમાં સદી ફટકારી હતી અને ભારતને ૧૯૧ રન પર પહોંચાડ્યું હતું.

તો કીવી ટીમ ૧૨૬ રન સુધી જ પહોંચી શકી હતી. દીપક હુડ્ડાએ પણ ૪ વિકેટ લીધી હતી. ભારતે આમ કરીને ત્રણ મેચોની ટી-૨૦ સિરીઝમાં ૧-૦નું સ્થાન મેળવ્યું છે. સિરીઝની પહેલી મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. આ પહેલાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલા સૂર્યકુમાર યાદવે બીજી ટી-૨૦ મેચમાં સદી ફટકારતા ન્યુઝિલેન્ડ વિરુદ્ધ ૬ વિકેટે ૧૯૧ રન બનાવ્યા હતા.

સૂર્યકુમારે ન્યૂઝિલેન્ડના બોલરોને હંફાવીને પડકારભર્યો સ્કોર ઉભો કરવામાં મદદ કરી હતી. પોતાની શાનદાર બેટિંગ કરીને ૧૧ ચોકા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. ન્યૂઝિલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો અને તેને તે ભારે પડી ગયો હતો. જાે કે, વરસાદના કારણે ૨૬ મિનિટનો સમય બગડ્યો હતો પણ કોઈ ઓવર ઘટાડવામાં આવી નહોતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.