Western Times News

Gujarati News

પાટણમાં ગટરની સમસ્યાના ઉકેલ બાદ પાણીની લાઈન લીકેજ થઈ

પ્રતિકાત્મક

પાટણ, પાટણના સિદ્ધપુર હાઈવે નજીક નવીન બનાવેલ બ્રીજની નીચેના બંને સાઈડના ડાયવઝન માર્ગ પર ભુર્ગભ ગટર ચોકઅપ બનતા દુષીત પાણીની રેલમછેલ થતાં લોકોમાં પરેશાન બન્યાં હતા. આ બાબતે પાલીકાતંત્ર સમક્ષ અનેક રજુઆતો કરવામાં આવતાં આખરે પાલીકા દ્વારા જેસીબી મીશનની મદદથી ભુગર્ભ ગટરની સમસ્યાનું નિવારણ લાવવામાં આવ્યું હતું.

પરંતુ આ કામગીરી દરમ્યાન આ વિસ્તારની મુખ્ય પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા અને જેસીબી મશીન દ્વારાશ ખોદવામાં આવેલાં ખાડાનું બરોબાર પુરાણ નહી કરાતા રોડ પરના ખાડામાં પાણી ભરાતા માર્ગ પરથી પસાર થતાં અનેક વાહનચાલકો ફસાવીને સાથે માર્ગ પરથી પસાર થતા રાહદારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે.

હાઈવે ચાર રસ્તાની પાસે બનેલા નવીન બ્રીજની પાસે ભુગર્ભ ગટર રીપેર કર્યા પછી પુરાણની કોઈપણ જાતની કામગીરી ના કરતા અને લીકેજ પાણીની પાઈપલાઈનનાં કારણે આ વિસ્તારોમાં ગારાનું સામ્રાજયસજાયું છે. જાે પાલીકામાં સત્તાધીશો દ્વારા આ વિસ્તારની સમસ્યાનો તાત્કાલીક ઉકેલ નહી લાવે તો તેનાં પરીણામો આગામી વિધાનસભાની ચુંટણીમાં ભોગવવા પડશે તેવી ચર્ચાએ આ વિસ્તારમાં જાેર પકડયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.