Western Times News

Gujarati News

નરેન્દ્ર મોદી સાથે નાનકડી આધ્યાનો વીડિયો વાયરલ

સુરેન્દ્રનગર, ગુજરાતનાં રાજકારણમાં પીએમ મોદીની સૌથી નાની ફેન અને ભાજપની સૌથી નાની પ્રચારક ચર્ચાનું કેન્દ્ર બની છે. તેણે આપેલી સ્પિચથી પીએમ નરેન્દ્ર મોદી પણ પ્રભાવિત થયા છે. આ નાની ભાજપ પ્રચારકના ચહેરા પર ગજબનો આત્મવિશ્વાસ દેખાઇ રહ્યો હતો. તેની બોલવાની છટા કોઈ નેતાથી જરા પણ કમ નથી. સાથે તેણે કેસરિયો ખેસ પણ ઘારણ કર્યો હતો.

ત્યારે આ બાળકીને મળીને સુરેન્દ્રનગરમાં પીએમ મોદીનો બાળક પ્રેમ ફરીથી દેખાયો છે. એકદમ નેતાના અંદાજમાં ભાષણ આપી રહેલી આ બાળકી પીએમ મોદીની સૌથી નાની ફેન છે. ચૂંટણીના ધમધમાટ વચ્ચે સુરેન્દ્રનગરમાં મોદીની સભામાં ભાજપના સૌથી નાના પ્રચારકની મુલાકાત થઈ હતી.

આ બાળકી કિરીટસિંહ રાણાના ભાણીબા આદ્યાબા છે, લીંબડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાના ભાણીબાએ સભા પૂરી થયા બાદ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આધ્યાએ ભાજપ માટે લખેલી એક કવિતા પીએમ મોદીને સંભળાવી હતી.

જેમાં ભાજપે ૮ વર્ષમાં કરેલા કામોની વિકાસગાથાને વણી લેવામાં આવી છે. આ કવિતા સાંભળી પીએમ મોદી પણ ખુશ થયા હતા અને તેમણે તાળીઓ વગાડીને બાળકીના ઉત્સાહને બેવડાયો હતો. નાનકડી બાળકીની નિખાલસતા અને છટા પીએમ મોદી પ્રત્યેની લાગણી અને માસૂમિયત જાેઈ પીએમ મોદીએ પણ આધ્યાને કહ્યુ કે, યુ આર સો સ્વીટ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.