Western Times News

Gujarati News

સુરતના વિવાન શાહે કોમનવેલ્થ યુથ ચેસ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીત્યો

સુરત,  સુરતના વિવાન શાહે તાજેતરમાં શ્રીલંકાની હોટેલ સિટ્રસ, વાસ્કાડુવા ખાતે આયોજિત કોમનવેલ્થ યુથ ચેસ ચેમ્પિયનશીપ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.
અંડર-૧૦ ઓપન કેટેગરીમાં જાેરદાર પ્રદર્શન કરીને, સુરતનો વિવાન શાહ અપરાજિત રહ્યો હતો અને તેણે ૯ માંથી ૯ પોઈન્ટ હાંસલ કર્યા હતા જેના કારણે તે બોર્ડમાં ટોચ પર હતો અને ગોલ્ડ મેડલનો હકદાર બન્યો હતો.

અંડર-૧૪ ગર્લ્સ કેટેગરીમાં ફલક જાેની નાઈક દ્વારા સિલ્વર મેડલ અને અંડર-૧૦ ગર્લ્સ કેટેગરીમાં હાન્યા શાહે બ્રોન્ઝ મેડલ જીતીને અન્ય નોંધપાત્ર પ્રદર્શન કર્યું.આ તમામ ખેલાડીઓને પીએમઓ, કોલંબોમાં શ્રીલંકાના માનનીય વડાપ્રધાન દિનેશ ગુણવર્દના દ્વારા એવોર્ડ પ્રાપ્ત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.