Western Times News

Gujarati News

૧૩ વર્ષ મોટા ફહમાન સાથે પરણવા તૈયાર છે સુમ્બુલ

મુંબઈ, બિગ બોસ ૧૬ના ઘરમાં યંગ એક્ટ્રેસ સુમ્બુલ તૌકીર ખાન ખાસ્સી ચર્ચામાં છે. ગેમમાં તેનું યોગદાન હોય કે પછી સોશિયલ મીડિયા, ચારેબાજુ સુમ્બુલ છવાયેલી છે. સુમ્બુલને સપોર્ટ કરવા અને પોતાના શોને પ્રમોટ કરવા તેનો ખાસ ફ્રેન્ડ ફહમાન ખાન ગત અઠવાડિયે શોમાં આવ્યો હતો.

ટીવી સીરિયલ ‘ઈમલી’ પછી દર્શકોને સુમ્બુલ અને ફહમાનની જાેડી ખૂબ ગમે છે. બંને આ શોમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમના અફેરની પણ ચર્ચા હતી.

જાેકે, બંનેએ માત્ર સારા મિત્રો હોવાનું રટણ કર્યે રાખ્યું હતું. બિગ બોસ ૧૬ના ગત એપિસોડમાં સુમ્બુલે ફહમાન અંગે કંઈક એવું કીધું જે સાંભળીને બંનેના ફેન્સ ખુશ થઈ ગયા હતા. શોમાં રિલેશનશીપ્સ અંગે વાત થઈ રહી છે.

અબ્દુ રોજિકે સુમ્બુલને ફહમાનનું નામ લઈને ચીડવી હતી. અબ્દુએ ફહમાનને સામાન કહેતાં સુમ્બુલ નારાજ થઈ હતી. તેણે કહ્યું કે, ફહમાન વિશે કોઈ કંઈપણ કહે તો તે ઉદાસ થઈ જાય છે. સુમ્બુલને ઉદાસ થતી જાેઈને અબ્દુએ વચન આપ્યું કે, તે ફહમાન ખાનના નામની મજાક નહીં ઉડાવે.

સુમ્બુલે કહ્યું કે, જાે ફહમાન ૪૦ની ઉંમરે પણ કુંવારો હશે અને તેને પણ પોતાના માટે કોઈ નહીં મળે તો તે ફહમાન સાથે લગ્ન કરી લેશે. આવું ટિપિકલ બેસ્ટફ્રેન્ડ કહે છે. સાજિદ ખાન અને નિમ્રત કૌર આહલુવાલિયાએ બંનેના એજ ગેપ વિશે વાત કરી હતી.

જાેકે, સુમ્બુલના મોંએથી ફહમાન સાથેના લગ્નની વાત સાંભળીને બંનેના ફેન્સ ગેલમાં આવી ગયા હતા. બંનેએ સાથે સીરિયલ ‘ઈમલી’માં કામ કર્યું હતું અને ત્યારથી જ તેમની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. હવે, સુમ્બુલ અને ફહમાનનો સંબંધ મિત્રતાથી આગળ વધશે કે કેમ એ તો ભવિષ્યના ગર્ભમાં રહેલું છે.

સુમ્બુલની વાત કરીએ તો, ‘બિગ બોસ ૧૬’ની જર્નીમાં તેનું ખાસ યોગદાન નથી રહ્યું. તેણે શોમાં આવતાંની સાથે જ શાલીન ભાનૌતના નામની માળા જપવાની શરૂ કરી હતી. જે તેના માથે ઊંધી પડી. સુમ્બુલની ગેમ નબળી પડી ગઈ. હવે જાેવાનું એ રહેશે કે, પિતા, સલમાન ખાન અને ફહમાનના સમજાવ્યા પછી સુમ્બુલની ગેમમાં આવનારા દિવસોમાં કેવું પરિવર્તન આવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.