Western Times News

Gujarati News

હપ્પુ કી ઉલટન પલટન 900 એપિસોડ પૂરા થયાની ઉજવણી કરી

એન્ડટીવી પર ઘરેલુ કોમેડી શો હપ્પુ કી ઉલટન પલટને 900 એપિસોડ પૂરા કર્યા છે. શો દરોગા હપ્પુ સિંહ (યોગેશ ત્રિપાઠી), તેની દબંગ દુલ્હનિયા રાજેશ (કામના પાઠક), ખડૂસ માતા કટોરી અમ્મા (હિમાની શિવપુરી) અને તેમના નવ નટખટ બાળકોની વાર્તા કરે છે, જેણે તેની પેટ પકડાવીને હસાવનારી વાર્તાઓ સાથે દર્શકોનું સફળતાથી મનોરંજન કર્યું છે. તેમની સફળતાની ઉજવણી કરવા માટે આખી ટીમે સેટ્સ પર કેપ કાપ્યો હતો.

900 એપિસોડ પૂરા થયા તે વિશે બોલતાં યોગેશ ત્રિપાઠી ઉર્ફે દરોગા હપ્પુ સિંહ કહે છે, “કોઈકને હસાવવું આસાન નથી અને કોમેડી સૌથી મુશ્કેલ પ્રકાર હોવાનું કહેવામાં આવે છે. શોનો હિસ્સો બનવા માટે હું પોતાને ભાગ્યશાળી માનું છું, જેણે સતત દર્શકોને હસાવ્યા છે.

હપ્પુ કી ઉલટન પલટને મને કલાકાર તરીકે નવો મુકામ સર કરવાની તક આપવા સાથે ઘેર ઘેર ચર્ચિત નામ બનાવી દીધું છે. આજે હું જ્યાં પણ જાઉં ત્યાં મારા ચાહકો મને અર્રે દાદા કહીને મને બોલાવે છે. દેશભરના ચાહકો મને યોગેશને બદલે હપ્પુ તરીકે બોલાવે છે તે બદલ ગૌરવની લાગણી થાય છે.

દેવ દીપાવલી માટે કામના સાથે મારી વારાણસીની ટ્રિપ દરમિયાન મેં યોગેશ તરીકે શહેરમાં ફવાનું નક્કી કર્યું. જોકે ઘણા બધા લોકોએ મારા કોશ્ચ્યુમ વિના પણ મને ઓળખી કાઢ્યો અને અમારો શો તેમને કેટલો ગમે છે તે કહેતાં કહેતાં મારી સાથે સેલ્ફી લેવાનો પણ આગ્રહ કર્યો.

900 એપિસોડ પૂરા કરવાની વધુ એક સિદ્ધિ ટીમની સખત મહેનતનો દાખલો છે. દર્શકોએ અમારી પર જે તેમનો પ્રેમ ન્યોછાવર કર્યો છે તે બદલ શુક્રિયા!

રાજેશ હપ્પુ સિંહ તરીકે કામના પાઠક કહે છે, “હું વધુ એક સીમાચિહન હાંસલ કરવામાં અમને મદદરૂપ થવા માટે મારા ચાહકોનો આભાર માનું તેટલો ઓછો છે.

900 એપિસોડ પૂરા કર્યા તે દર્શકો માટે ઉત્કૃષ્ટ કોમેડી શોમાંથી એક આપવા માટે આખી ક્રિયેટિવ અને સપોર્ટ ટીમે કેટલી મહેનત લીધી છે તે બતાવે છે. હું નર્વસ અને રોમાંચિત પણ હતો. હમણાં સુધીનો પ્રવાસ સુંદર રહ્યો છે અને મને આશા છે કે તે કાયમ માટે ચાલતો રહેશે.”

હિમાની શિવપુરી ઉર્ફે કટોરી અમ્મા કહે છે, ”હું અમારા દર્શકોને હસાવવા માટે તેમના એકધાર્યા પ્રયાસો માટે આખી ટીમનો આભાર માનું છું. કટોરી અમ્મા માટે દર્શકોએ આપેલા પ્રેમ અને આદર માટે તેમની પણ આભારી છું. આવી સફળતા કલાકારોને સિદ્ધિનું ભાન કરાવે છે. ચેનલ અને અમારા પ્રોડ્યુસરોને 900 એપિસોડ સુધી શો પહોંચ્યો તે માટે અભિનંદન અને હું હવે 1000મા એપિસોડની કેક કપાય તે માટે ઉત્સુક રહીશ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.