Western Times News

Gujarati News

કાપડનાં વેપારીનાં બે કરોડ રૂપિયા ફસાઈ જતા કોલકાતા અને મુંબઈના બાર શખ્શો વિરુદ્ધ ફરીયાદ

એજન્ટ મારફતે માલ વેચ્યા બાદ ઉધરાણી સમયે મંદીનું બહાનુ
બતાવતા હતા કાગડાપીઠ પોલીસે તપાસ શરૂ કરી

અમદાવાદ : શહેરના કાપડ માર્કેટમાં વધુ એક વેપારીને કરોડ રૂપિયાની લેણી રકમ ન નીકળતાં તેણે છેતરપીડીની ફરીયાદ નોધાવી છે કાપડના વેપારી પાસેથી એજન્ટમાં દ્વારા માલ ખરીદી કર્યા બાદ અગિયાર વેપારીઓએ આશરે બે કરોડની રકમ ચૂકવી ન હતી અને વેપારી દ્વારા માગણી કરતા આ તમામ વેપારીઓ અવારનવાર બહાના કરતા હતા જેના કારણે છેવટે વેપારીને પોલીસ સ્ટેશને જવાની ફરજ પડી છે.

આ ઘટનાની વિગત એવી છે કે વેપારી અશોકકુમાર અગ્રવાલ મોટેરા ખાતે રહે છે અને કાગડાપીઠ ખાતે સફલ – ૩ માર્કેટમા વિમલકુમાર નામે કંપની ધરાવી કાચો કાપડનો માલ પ્રોસેસ કરી વેચણનો ધંધો કરે છે તેમનો ધંધો કરે છે તેમનો સમગ્ર ધંધો એજન્ટ મારફતે ચાલતો હોય છે સત્યનારાયણ રાણાવત કોલકતા બંગાળ આવા જ એજન્ટ તરીકે કામ કરતો અને અશોકભાઈ પાસેથી માલ લઈ આગળ વેપારીઓને પહોચાડતો હતો.

શરૂઆતમાં વ્યવહારો સારા લાગતા અશોકભાઈ સત્યનારાયણને વધુ માલ આપ્યો હતો જેના લાભ ઉઠાવી તેણે કોલકતાની આરએચએમ ટેક્ષટાઈલ્સ નિકીતા ટેક્ષટાઈલ સાવરીયા ટેક્ષટાઈલ શીવમ ટેક્ષટાઈલસ આરકે એન્ટર પ્રાઈજ બાલાજી ટેક્ષટાઈલ તથા કેએસ એન્ટર પ્રાઈઝ નામની કંપનીને વેચ્યો હતો જા કે ધણા સમય થવા છતા અને વારવાર ઉધરાણી બાદ પણ સત્યનારાયણ તથા આ આઠ કંપનીઓ માલિકોએ તેમને બાકી રકમ ચુકવી નહતી.

બીજી તરફ આવો જ વધુ એક એજન્ટ શીશારામ હતો જે અમદાવાદથી મુંબઈના વેપારીઓને માલ વેચતો હતો એણે પણ અશોકભાઈ પાસેથી મુબઈના નાડીયા ડ્રેસીસ ફૈઝાન ગારમેન્ટ અને એમ અનીશ એન્ડ કંપની આશરે છવીસ લાખનો માલ વેચ્યો હતો જ્યારે અશોકભાઈ મેનેજર મત્રિતા તમામ વેપારીઓએ વારવાર બહાના બનાવ્યા હતા

તેમની રકમ ચુકવી નહતા જેથી કુલ ૧૧ વેપારીઓ અને બે એજન્ટને પોતાનુ આશરે બે કરોડ રૂપિયાનું કાપડ લઈ જઈ રૂપિયા ન આપતા અશોકભાઈ પોલીસ સ્ટેશનમાં પહોચ્યા હતા અને બે એજન્ટ સહીત બાદ વ્યક્તિ  વિરુદ્ધ છેતરપીડીની ફરીયાદ નોધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અશોકભાઈ દ્વારા નાણાની ઉઘરાણી કરવામાં આવતા તમામ શખ્શો મંદીનુ બહાનું આગળ ધરતા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.