Western Times News

Gujarati News

નરોડામાં પ્રધાનમંત્રી મોદીનો રોડ શો મતદારોને ખેંચી લાવશે?

આજના દેશની પરિસ્થિતિ મહાભારતના યુગ ની યાદ અપાવે છે કઈ રીતે મહાભારતમાં સત્તા માટેનો જંગ ખેલાયો હતો? અધર્મ સામેનો જંગ હતો!

શ્રીકૃષ્ણ માટે તો ઉપદેશ આપવો પડ્યો ભીષ્મપિતામહ, ગુરુ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય એ અધર્મ અચરનાર દુર્યોધન સાથે હતા માટે તેમની સામે યુદ્ધ કરવા શ્રી ભગવાને કહેવું પડ્યું!!

માટે શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાનો ઉપદેશ વિશ્વને ગમ્યો માટે સમગ્ર વિશ્વમાં શ્રીકૃષ્ણના મંદિર વધતા જાય છે ગુજરાતની ચૂંટણીમાં લોકો અધર્મનો અભ્યાસ કરી મતદાન કરે છે? કે પછી શ્રીમદ્‌ ભગવત ગીતા ઉપદેશ મુજબ મતદાન કરે છે એ જાેવાનું રહે છે !

તસ્વીરમાં વિચારધારિત રાજનીતિ ના પ્રણેતા મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને પંડિત જવાહરલાલ નેહરુ ની છે.
( તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા)

કોંગ્રેસ એનસીપીના સંયુક્ત ઉમેદવાર મેઘરાજ ડોડવાણી ભાજપમાંથી ડોક્ટર પારૂલબેન કુકરાણી અને આપમાંથી ઓમપ્રકાશ તિવારી ચુંટણીરૂપી ધર્મયુદ્ધ ખેલી રહ્યા છે

એમર્શન નામના તત્વચિંતકે કહ્યું છે કે “જ્યાં સુધી માનવીનું હૃદય શ્રી પરમાત્માનું મંદિર ન બને ત્યાં સુધી બીજા કોઈ મંદિરમાં શ્રી પરમાત્મા તમને મળશે નહીં”!! જ્યારે એડિશન નામના મહાન વૈજ્ઞાનિકે સરસ કહ્યું છે કે “આ ધરતી પર નવો જન્મ લેતું બાળક શ્રી ભગવાનનો એ સંદેશો લઈને આવે છે કે

ભગવાને માનવજાત ઉપરથી વિશ્વાસ ગુમાવ્યો નથી”!! દરેક ધર્મના લોકો મહાન શક્તિ એવા શ્રી પરમેશ્વરને માને છે!! કારણ કે બ્રહ્માંડની રચના એણે કરી છે! અને ‘ન્યાયધર્મ’ તરફ શ્રી પરમાત્મા ની નજર હોય છે તમે મંદિરમાં કેટલી વાર જાઓ છો કેટલી વાર પ્રાર્થના કરો છો એના કરતાં મુખમેં રામ અને બગલ મે છોરી નથી રાખતા ને, તે શ્રી ભગવાન જુએ છે

નરોડા વિધાનસભાની ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષોના ઉમેદવારો ઊભા છે પરંતુ લોકશાહીમાં મતદારે વિચારવાનું છે કર્મના વચન પર નજર દોડાવશો કે ગુમરાહ કરનારા શબ્દો પર ભરોસો કરશો?

અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસને કહ્યું છે કે “સરકાર ચલાવવાના બે સિદ્ધાંતો છે ભય અને ફરજ સજ્જન નાગરિકો ફરજ ને અનુસરસે”!! નરોડા વિધાનસભામાં મતદારોની ઉદાસીનતા જાેતા કોંગ્રેસ- એનસીપીના ઉમેદવાર મેઘરજ ડોડવાણી ઘરે ઘરે જઈ પ્રચાર કરી રહ્યા છે પ્રજાએ એ જાેવાનું છે કે કયા ઉમેદવારને મત આપવો?!

ડોક્ટર પારુલબેન કુકરાણી ભાજપમાંથી ઉભા છે તેઓ સરદાર નગર વિસ્તારમાં રહે છે નરોડામાં પહેલા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ આવી ગયા પછી નરેન્દ્રભાઈ પણ નરોડા માં રોડ શો કરી ગયા છે નરોડા ના પાટીદાર આગેવાનો આજે પણ નરોડા ગામ કેસ નો સામનો કરી રહ્યા છે ભાજપ વર્ષોથી સિંધી ઉમેદવારને સરદાર નગરના વ્યક્તિને ટિકિટ આપે છે એને લીધે નરોડા ના ભાજપ ના કાર્યકરો નારાજ છે હવે તેનાથી કેટલો ફરક પડે છે તે જાેવાનું રહે છે

ગુજરાતમાં દિલ્હીથી આવીને કેજરીવાલે આપના હિન્દી ભાષી ઉમેદવાર શ્રી ઓમપ્રકાશ તિવારીને ટિકિટ આપી છે આ મુદ્દો પણ નરોડામાં ચર્ચાનો મુદ્દો છે કે આપ ને આપને રેવડી નું રાજકારણ જીતાડશે? આપ વાળા વિચારે છે કે લોકોને આપેલા વચન પાળવાના ત્યારે થશે જયારે આપની સરકાર રચાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.