Western Times News

Gujarati News

મત માટે કોંગ્રેસના ઉમેદવારે બાર ડાન્સરને બોલાવી

આણંદના બોરસદ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી પ્રચારમાં ડાંસર બોલાવી હોવાનો ગુજરાતની ચૂંટણીમાં યુપી-બિહાર જેવો માહોલ ઉભો કરાયો

અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર પડઘમ આજે સાંજે પાંચ કલાકે શાંત થઈ જશે. પક્ષો-ઉમેદવારો ડોર ટુ ડોર તેમજ સોશિયલ મીડિયા થકી ઉમેદવારોને રીઝવવા માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસ કરશે.

ગુજરાતની એક એવી વિધાનસભા સીટ જ્યાં ભાજપ હજુ સુધી જીતી નથી શક્યું. આણંદ જિલ્લાની બોરસદ વિધાનસભા સીટ એટલા માટે જ ભાજપ માટે પ્રતિષ્ઠાનો વિષય બની ગઈ છે. 1962માં ગુજરાત વિધાનસભાના ગઠન બાદથી 2012 સુધી ભાજપ આ બેઠક સર નથી કરી શક્યું.

આણંદની બોરસદ બેઠક પરથી ભાજપના રમણભાઈ સોલંકી, કોંગ્રેસમાંથી રાજેન્દ્રસિંહ પરમાર અને આપના મનિષ પટેલે ઉમેદવારી નોંધાવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં ૧૪ જિલ્લાની ૯૩ બેઠક માટે કુલ ૮૩૩ ઉમેદવારો મેદાનમાં છે. પ્રચારના અંતિમ દિવસે ઉમેદવારો બેન્ડવાજા, ડીજે સાથે રેલીઓ યોજીને શક્તિ પ્રદર્શન કરશે. શનિવાર-રવિવારના ભરપૂર લગ્નો છે.

જેના કારણે ઉમેદવારો લગ્નસમારોહમાં જઇને પણ પોતાનો પ્રચાર કરશે. બોરસદના દાવોલ ખાતેનો વીડિયો વાયરલ થયો છે, જેમાં ગુજરાત ચૂંટણી પ્રચારમાં પણ યુપી જેવો માહોલ જાેવા મળ્યો.

પ્રચાર દરમિયાન બાર ડાન્સર બોલાવવામાં આવી હતી. કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંગ પરમારે બાર ડાન્સર બોલાવ્યાની વાત છે. ડાન્સરને જાેઈ યુવાઓ ઝૂમી ઉઠ્‌યા હતા.સ્ટેજ પર કોગ્રેસના બોરસદના ઉમેદવારના પોસ્ટર જાેવા મળી રહ્યા છે. નશાની હાલતમાં યુવાઓ વીડિયોમાં જાેવા મળી રહ્યા છે. SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.