Western Times News

Gujarati News

રોજ દોડવા જતી યુવતી ૪ મહિનાથી નથી કરતી સ્નાન

નવી દિલ્હી, મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચેનો તફાવત એ છે કે માણસો તેમની સ્વચ્છતાનું ધ્યાન રાખે છે અને સારા દેખાવા માંગે છે, જ્યારે પ્રાણીઓમાં એટલી સમજ હોતી નથી. જાે માણસો પણ પશુઓ જેવું વર્તન કરશે તો સમાજમાં જીવવું મુશ્કેલ બનશે. આવું જ કંઈક એક મહિલા સાથે થયું, જ્યારે તેને તેના રૂમમેટ વિશે ઘૃણાસ્પદ સત્ય જાણવા મળ્યું તો તે એક દિવસ સહન ન કરી શકી.

મહિલાએ તેના રૂમમેટને ૪ મહિનામાં ક્યારેય નહાતા જાેઈ નહોતી, જ્યારે તે દરરોજ જાેગિંગ માટે જાય છે. જ્યારે હદ થઈ ગઈ ત્યારે તેણે મોટો ર્નિણય લીધો અને તેને ઘરની બહાર કાઢી મૂક્યો. તેણે પોતે આ ઘટનાને Reddit પર લોકો સાથે શેર કરી છે અને લોકોને પૂછ્યું છે કે તેણે સાચું કર્યું કે ખોટું.

રિપોર્ટ અનુસાર, મહિલાએ Reddit પર એક પોસ્ટ મૂકી અને જણાવ્યું કે તેના એક ફ્લેટમેટે ઝીરો લેવલની સ્વચ્છતા જાળવી રાખી છે. તેઓ ૪ મહિના સુધી સાથે રહેતા હતા અને તે ક્યારેય સ્નાન કરતી નહોતી. તે દરરોજ ૨ કલાક જાેગિંગ માટે જતી અને ક્યારેય પાછી આવીને નહાતી નથી. આખરે પરિસ્થિતિ એવી બની કે દુર્ગંધને કારણે તેની પાસે ઊભા રહેવું પણ મુશ્કેલ થઈ ગયું.

તેની સાથે વાત કર્યા પછી પણ તે નહાવાની વાત મુલતવી રાખતી હતી. આખરે, તે આ બાબતને તેના મકાનમાલિક પાસે લઈ ગઈ, જેણે ફ્લેટમેટને એક મહિનામાં ઘર છોડવાની નોટિસ આપી. મહિલાએ આ વિશે લોકોનો અભિપ્રાય પૂછ્યો કારણ કે કેટલાક લોકોએ કહ્યું કે ક્રિસમસ પહેલા તરત જ તેમને આ રીતે ઘરની બહાર કાઢવું યોગ્ય નથી.

તે જ સમયે, Reddit પર લોકોએ મહિલાના ર્નિણયને યોગ્ય ઠેરવ્યો અને કહ્યું કે તેણે કંઈ ખોટું કર્યું નથી અને તેને ઘરમાંથી કાઢી મૂકવાનો ર્નિણય એકદમ યોગ્ય છે.

બીજી તરફ, કેટલાક લોકોએ તેમના આવા જ અનુભવ વિશે જણાવ્યું અને કહ્યું કે તેઓ એવા લોકોને પણ મળ્યા છે, જેઓ વર્ષોથી સ્નાન કરતા નથી અથવા તેમની બેડશીટ બદલતા નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.