Western Times News

Gujarati News

શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહને હરાવી અપક્ષના ઉમેદવાર ધવલસિંહ બાયડથી જીત્યા

બાયડ-માલપુર વિધાનસભા સીટ પર અપક્ષ ઉમેદવારનો વિજય

(પ્રતિનિધિ)બાયડ, બાયડ માલપુર વિધાનસભા સીટ પર ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલા વચ્ચે રસાકસી ભર્યો ત્રિ પાખીઓ જંગ જામ્યો હતો.

જેમાં અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાનો 67078 વોટથી ઐતિહાસિક જીત મળતા તેમના સમર્થકોમો અનેરો ઉત્સાહ જાેવા મળ્યો હતો. ભાજપ, આપ અને કોંગ્રેસ સિવાયના ઉમેદવારોને તો નોટા કરતાં પણ ઓછા વોટ મળ્યા છે.

અને ફટાકડા ફોડી ભવ્યથી ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી હતી બાયડ માલપુર વિધાનસભા સીટ પર અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલા ને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ના આપતા નારાજ થઈ સમર્થકોની વાતને વાચા આપી અને સમર્થકો સાથે વિચાર વિમર્શ કરી અપક્ષ માંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી

અને ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રચંડ જન સમર્થનના લીધે ધવલસિંહ ઝાલા નો આત્મવિશ્વાસ પ્રબળ બન્યો હતો ધવલસિંહ ઝાલા ની ભારતીય જનતા પાર્ટી ટિકિટ ના મળતા ક્ષત્રિય ઠાકોર સેનામાં પણ નારાજગી જાેવા મળી હતી તેમાં પણ કોંગ્રેસના ઉમેદવાર તરીકે મહેન્દ્રસિંહ શંકરસિંહ વાઘેલાએ પણ બાયડ વિધાનસભા સીટ પર ઉમેદવારી કરી હતી.

પરંતુ તેઓને પણ આ સીટ ઉપર કારની હારનો સામનો કરવો પડ્યો હતો અને પોતાની પરંપરાગત કોંગ્રેસની સીટ પણ ગુમાવવાનો વારો આવ્યો હતો અને કોંગ્રેસ તો ત્રીજા નંબરે જતા ભાજપ અને અપક્ષ વચ્ચે રસાકસી નો જંગ જામતો જાેવા મળી રહ્યો હતો.

જ્યારે બાયડ વિધાનસભા અપક્ષો સહિત કુલ ૧૧ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જેમાં ભારતીય જનતા પાર્ટી અને અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલા વચ્ચે કાંટાની ટક્કર જાેવા મળી હતી ગણતરીના છેલ્લા રાઉન્ડ ના અંતે અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલા નો ૬૧૦૦ ઉપરાંત મતોથી ઐતિહાસિક વિજય થતા સમર્થકોમો ખુશીની લહેર જાેવા મળી રહી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.