Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ઘણા સ્ટાર્સે કેમિયો રોલથી દર્શકોનું જીતી લીધુ દિલ

મુંબઈ, અજય દેવગન અને આલિયા ભટ્ટ સ્ટારર ગંગુબાઇ કાઠિયાવાડીમાં રહીમ લાલાના કેરેક્ટર માટે કેમિયો રોલ ભજવ્યો હતો. આ સિવાય આરઆરઆર ફિલ્મમાં પણ દર્શકોનું દિલ જીતી લીધું હતું. ગંગુબાઇ કાઠીયાવાડીમાં હુમા કુરૈશી પણ કેમિયો રોલમાં જાેવા મળી હતી.

અનુષ્કા શર્માએ એના ભાઇ કરનેશ શર્મા ની ફિલ્મ કલામાં એના કેમિયો રોલથી લોકોને ખુશ કરી દીધા હતા. આ ફિલ્મમાં બાબિલ ખાન, તૃપ્તી ડિમરી અને સ્વાસ્તિકા મુખર્જી મુખ્ય ભુમિકામાં જાેવા મળ્યા હતા. રણવીર સિંહ અપકમિંગ ફિલ્મ સર્કસમાં દિપીકા પાદુકોણ એક ગીતમાં કેમિયો કરતી જાેવા મળશે.

આ ફિલ્મના ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ ડાયરેક્ટ કરી છે. તમને જણાવી દઇએ કે આ પહેલા દિપીકાએ રણવીર સિંહની ૮૩માં કેમિયો કર્યો હતો જેમાં રણવીરની પત્નીની ભૂમિકા નિભાવી હતી. શ્રદ્ધા કપૂરે એ પોતાના ડાન્સ મૂવ્સથી લોકોને ખુશ કરી દીધા હતા.

આ ડાન્સ મુવ્સની વાત કરીએ તો શ્રદ્ધાની સાથે વરુણ ધવને પણ ફિલ્મ ભેડિયામાં સોન્ગ ઠુમકેશ્વરીમાં ગેસ્ટ તરીકે બધાનું દીલ જીતી લીધું હતુ. આ સમયે અભિનેત્રીને સિલ્વર સ્ક્રીન પર બહુ યાદ કરવામાં આવી હતી. રામ ચરણ અને જૂનિયર એનટીઆરની ફિલ્મ આરઆરઆરમાં સીતા નામની છોકરીનું આલિયા ભટ્ટનો કિમીયો રોલ હતો.

આમાં આલિયાનો લુક ખરેખર દર્શકોને ખુબ જ પસંદ પડ્યો હતો. આમાં આલિયાને જાેતાની સાથે જ લોકો સીટીઓ વગાડવા લાગ્યા હતા. આલિયા એની દરેક ફિલ્મમાં તેમજ ગેસ્ટના રૂપમાં કંઇક અલગ જ જાેવા મળે છે જે દર્શકો માટે ફેવરિટ બની રહે છે. કાજાેલ સ્ટારર સલામ વેંકીમાં આમિર ખાન કેમિયો રોલમાં જાેવા મળશે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers