Western Times News

Gujarati News

વિવેક અગ્નિહોત્રીને પસંદ ના આવ્યું શાહરુખની પઠાણનું ગીત

મુંબઈ, બોલિવૂડના કિંગખાન એટલે કે શાહરુખ ખાન ૪ વર્ષ પછી થિયેટરમાં પરત ફરી રહ્યો છે. શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ હવે જલદી જ થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. જેનું ગીત ‘બેશરમ રંગ’ હાલમાં જ રિલીઝ થયું જે ઘણું ચર્ચામાં છે. ત્યારે હવે હિટ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમની ટિ્‌વટ પણ વાયરલ થઈ રહી છે.

ધ કાશ્મીર ફાઈલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ‘પઠાણ’ના ‘બેશરમ રંગ’ ગીત પર પ્રતિક્રિયા ગોળગોળ રીતે આપી છે. તેમણે કોઈનું નામ લીધા વિના ટ્‌વીટ કરી કે “પહેલા ઈન્સ્ટાગ્રામ રીલ્સ બોલિવૂડ ગીતોની નબળી નકલ જેવી દેખાતી હતી અને હવે બોલીવૂડના ગીતો ઈન્સ્ટાગ્રામ રીલ્સની નબળી નકલો જેવા લાગે છે.”

‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીનું આ ટ્‌વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. શાહરૂખ ખાનના ચાહકોએ તેના પર ઘણી પ્રતિક્રિયા આપી છે. કેટલાંક લોકો તેમની જૂની ફિલ્મોના સ્ક્રીનશોટ શેર કરી રહ્યા છે, જેમાં ઈન્ટીમેટ સીન ખુલ્લેઆમ બતાવવામાં આવ્યા છે. ઘણાં લોકો તેમની જૂની ટિ્‌વટ શેર કરી રહ્યા છે, જેમાં તેણે શાહરૂખ ખાનના વખાણ કર્યા હતા.

બોલિવૂડનો બાદશાહ શાહરૂખ ખાન થોડા દિવસ પહેલા જ મક્કામાં જાેવા મળ્યો હતો. હવે શાહરૂખ ખાન માતા વૈષ્ણોદેવીના દરબારમાં પહોંચ્યો છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં શાહરૂખ ખાન જમ્મુ-કાશ્મીરમાં આવેલા વૈષ્ણોદેવી મંદિરમાં જાેવા મળ્યો હતો. આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ રિલીઝ થઈ રહી છે.

ફિલ્મની સફળતાની પ્રાર્થના કરવા માટે શાહરૂખ ખાન વૈષ્ણોદેવી મંદિર પહોંચ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. શાહરૂખની ‘પઠાણ’ ૨૫ જાન્યુઆરી ૨૦૨૩માં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ દ્વારા શાહરૂખ ખાન લાંબા સમય પછી ફિલ્મી પડદે વાપસી કરવાનો છે.

એક્શન અવતારમાં શાહરૂખ ખાનને જાેવા માટે ફેન્સ ખૂબ ઉત્સાહમાં છે. આ ફિલ્મમાં શાહરૂખ ઉપરાંત દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહ્મ પણ મહત્વના રોલમાં છે.

આ સિવાય શાહરૂખ ખાન પાસે રાજકુમાર હિરાનીની ‘ડંકી’ પણ છે, જેનું સાઉદી અરબનું શૂટિંગ શિડ્યુલ એક્ટરે થોડા દિવસ પહેલા જ પૂરું કર્યું છે. ઉપરાંત સાઉથ એક્ટ્રેસ નયનતારા સાથે શાહરૂખ ફિલ્મ ‘જવાન’માં દેખાશે. આ ફિલ્મ પણ ૨૦૨૩માં રિલીઝ થવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.