Western Times News

Gujarati News

કેટરિનાના વધેલા પેટને જાેઈને પ્રેગ્નેન્ટ હોવાની ચર્ચા

મુંબઈ, કેટરિના કૈફ અને વિક્કી કૌશલે તાજેતરમાં જ તેમના પ્રથમ લગ્નની વર્ષગાંઠ ઉજવી હતી. જ્યારથી આ કપલે લગ્ન કર્યા છે ત્યારથી કેટરિનાની પ્રેગ્નન્સીની અફવાઓ ઘણી વખત ઉડી રહી છે. આ દરમિયાન ફરી એકવાર કંઈક આવું જ થતું જાેવા મળી રહ્યું છે.

અભિનેત્રી હાલમાં જ એક એવોર્ડ શોમાં પહોંચી હતી, જે દરમિયાન તેણીએ સિલ્વર કલરનો બોડી હગિંગ ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર અને અદભૂત લાગી રહી હતી. પરંતુ, આ ડ્રેસ હવે અભિનેત્રી માટે મુશ્કેલીનું કારણ બની ગયો છે. આ ડ્રેસને કારણે અભિનેત્રી ગર્ભવતી હોવાની અટકળો શરૂ થઈ ગઈ છે. એવોર્ડ શોમાં કેટરિનાએ સિલ્વર સિક્વન્સનો થાઈ-હાઈ સ્લિટ ગાઉન પહેર્યો હતો.

જેમાં પ્લંગીંગ નેકલાઇન આપવામાં આવી હતી. તેણીએ સિમ્પલ મિડ-પાર્ટેડ સ્ટ્રેટ હેર વડે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો. એક્સેસરીઝની વાત કરીએ તો તેણે કાનમાં મોટા હૂપ પહેર્યા હતા, આ સિવાય કેટરીનાએ કોઈ જ્વેલરી પહેરી ન હતી.

જાેકે, કેટરીના પોતાના ફૂલેલા પેટના કારણે સવાલોના ઘેરામાં ફસાઈ ગઈ છે. કેટરિના કૈફનો આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ શેર કર્યો છે, જેમાં કેટરીનાનું પેટ થોડું ફૂલેલું દેખાય છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- ‘શું આ પંજાબી ફૂડ અદ્ભુત છે કે પેટમાં બાળક છે?’ અન્ય એક યુઝરે લખ્યું- ‘કેટરિના પ્રેગ્નન્ટ લાગે છે.’

વીડિયો પર કોમેન્ટ કરતાં અન્ય યુઝરે લખ્યું- ‘સારા સમાચાર છે, બાળક ટૂંક સમયમાં આવી રહ્યું છે.’ વિડિયોનું કોમેન્ટ બોક્સ આવી જ એકસરખી કોમેન્ટસથી ભરેલું છે. કેટરિના અને વિક્કી બોલિવૂડના સૌથી પ્રિય કપલમાંથી એક છે, જેમને તેમના ચાહકો તરફથી ઘણો પ્રેમ મળે છે.

બંનેએ ૯મી ડિસેમ્બરે જ તેમના લગ્નની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી હતી. કેટરીનાની પ્રેગ્નન્સીને લઈને લગ્ન બાદથી સતત અફવાઓ ઉડી રહી છે. એટલે કે આ પહેલીવાર નથી કે જ્યારે યુઝર્સે એક્ટ્રેસને જાેઈને તેની પ્રેગ્નન્સી પર સવાલ ઉઠાવ્યા હોય. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કેટરીનાએ હાલમાં જ ‘ટાઈગર ૩’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે.

આ ફિલ્મમાં તેણી ફરી એકવાર બોલિવૂડના દબંગ એટલે કે સલમાન ખાન સાથે જાેવા મળવાની છે. આવી સ્થિતિમાં કેટરીનાના ચાહકો ખૂબ જ ખુશ છે. આ પહેલા કેટરીનાની ફિલ્મ ‘ફોન ભૂત’ આવી હતી, જે ૪ નવેમ્બર ૨૦૨૨ના રોજ રીલિઝ થઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.