Western Times News

Gujarati News

ડો. એન. ડી. દેસાઇ મેમોરિયલ લેકચર સિરીઝનું ઉદ્‌ઘાટન કરાયું

(પ્રતિનિધિ)નડીઆદ, નડીઆદ ખાતે આવેલી ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટી અને ઇંડિયન ડ્રગ મેન્યુફેક્ચરિંગ એસોસીએસન ના સંયુક્ત સહયોગથી તા. ૧૪ ડિસેમ્બર, બુધવારના રોજ ડો. એન. ડી. દેસાઇ મેમોરિયલ લેકચર સિરીઝનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું. આ લેકચર સિરીઝ એક વર્ષ સુધી દર મહિને એક વખત યોજવામાં આવશે જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને દવાના સંશોધનને લગતા અલગ-અલગ વિષયો પર અત્યાધુનિક માહિતી સેમિનાર, વર્કશોપ કે ટ્રેનીંગના રૂપમાં મળે અને વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય.

લેકચર સિરીઝના ઉદ્‌ઘાટન પ્રસંગે ડો. એન. ડી. દેસાઇના પુત્ર અને ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીના પ્રેસિડેંટ કુશલ દેસાઇ એ વિડીયો મેસેજ દ્વારા પોતાના પિતાના સંસ્મરણોને તાજા કર્યા હતા તેમજ ફાર્મસી ફેકલ્ટીને આ મેમોરિયલ લેકચર સિરીઝ યોજવા બદલ ખૂબ-ખૂબ આભાર માન્યો હતો.

આ પ્રસંગના મુખ્ય અતિથિ તરીકે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશ્નર એચ. જી. કોશિયા , તેમજ મૂળજીભાઈ પટેલ કિડની હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મહેશ દેસાઇ હાજર રહ્યા હતા. આ લેકચર સિરીઝ ની શરૂઆતના ભાગરૂપે IDMA ના પ્રેસિડેંટ તેમજ સાગા લેબોરેટોરીના ડાઇરેક્ટર ડો. વિરંચી શાહ અને ટ્રોઇકા ફાર્મા. ના ડાઇરેક્ટર ડો. પદમીન બુચ દ્વારા અલગ-અલગ વિષયો પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીના કુલપતિ ડો. એચ. એમ. દેસાઇ અને ડાઇરેક્ટર અંકુરભાઈ દેસાઇ ના માર્ગદર્શન હેઠળ ફાર્મસી ફેકલ્ટીના ડીનશ્રી ડો. તેજલ સોની, ડો. બી. એન. સુહાગીયા તેમજ ફેકલ્ટીના પ્રધ્યાપકો દ્વારા કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.