Western Times News

Gujarati News

ડૉ.ભગુભાઈ પ્રજાપતિને એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડ એનાયત

(પ્રતિનિધિ)ભરૂચ, શૈક્ષણિક ક્ષેત્રે ભરૂચ ઉપરાંત ગુજરાતમાં એક આગવું નામ ધરાવતા ભરૂચની નારાયણ વિદ્યાલયના ડાયરેકટર ડૉ.ભગુભાઈ પ્રજાપતિએ ઈન્ડોનેશિયાના બાલી ટાપુ ખાતે ઈન્ડો બાલીનેસ એચિવર એવોર્ડ ફોર એજ્યુકેશન એક્સેલન્સ પ્રાપ્ત કરી ભરૂચ અને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.

ડૉ.ભગુભાઈ પ્રજાપતિ શિક્ષણના ક્ષેત્રે એક આગવી ઓળખ ધરાવે છે.૧૩ વર્ષ શિક્ષક અને ૨૨ વર્ષ આચાર્ય તરીકેનો બહોળો અનુભવ ધરાવતા ડૉ.ભગુભાઈ પ્રજાપતિ હાલ ભરૂચની નારાયણ વિદ્યાલયમાં ડાયરેકટર તરીકે સેવા આપે છે. શૈક્ષણિક ક્ષેત્રે નવતર પ્રયોગો કરી વિદ્યાર્થીઓના શિક્ષણમાં પ્રાણ ફૂંકવાના તેમણે પ્રયાસો કર્યા છે.

શૈક્ષણિક હેતુસર તેમણે અત્યાર સુધીમાં ૧૬ જેટલા દેશોનો પ્રવાસ કર્યો છે.અનેક દેશોએ એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડથી તેમને સન્માનિત કર્યા છે. તાજેતરમાં ઈન્ડોનેશિયાના બાલી ટાપુ ખાતે એક એવોર્ડ સમારોહમાં એસોસિએશન ફોર ઇકોનોમિક ગ્રોથ ઘ્વારા ભારતના વિવિધ ક્ષેત્રના ૧૬ જેટલા તજજ્ઞોને સન્માનિત કરાયા હતા.

જેમાં બાલીના અધ્યક્ષ વાય.એન.સુકર્તા, પૂર્વ ડિપ્લોમેટ એમ્બેસેડર ડૉ. વી.બી.સોની અને ઓફીસ ઓફ કાઉન્સિલેટ જનરલ ઓફ ઈન્ડિયા ટુ બાલી વાઈસ ચાન્સેલર લૌકેશ કુમારની હાજરીમાં ડૉ.ભગુભાઈ પ્રજાપતિને ઈન્ડો બાલીનેસ એચિવર એવોર્ડ ફોર એજ્યુકેશન એક્સેલન્સનો એવોર્ડ એનાયત કરી સન્માનિત કરાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.