Western Times News

Gujarati News

AAPના આ નેતાને રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે

AAP gopal italia criminal cases

ગુજરાતની આમ આદમી પાર્ટીમાં ધરખમ ફેરફારની તૈયારી -અલ્પેશ કથીરિયા અનેે ગોપાલ ઈટાલિયાને મહત્ત્વની જવાબદારી સોંપાશે

(એજન્સી)અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ ૨૫૬ બેઠકો મેળવી ઐતિહાસિક જીત મેળવી છે. જાેકે, આ વખતે પહેલી વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવનારી આમ આદમી પાર્ટીએ ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો અને ભાજપને ટક્કર આપવા પ્રયાસ કર્યો હતો.

જાેકે, આમ આદમી પાર્ટીને માત્ર ૫ જ બેઠકો મળી શકી છે. ત્યારે હવે જાણવા મળી રહ્યું છે કે, આમ આદમી પાર્ટી તેના ગુજરાતના સંગઠનમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. જણાવાઈ રહ્યું છે કે, અલ્પેશ કથીરિયાને પ્રદેશ પ્રમુખનું પદ સોંપવામાં આવી શકે છે અને ગોપાલ ઈટાલિયાને રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે.

ગુજરાતની ચૂંટણીમાં આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિતના ધૂરંધરોને હારનો સામનો કરવો પડ્યો છે. તો, જે સૌથી વધુ મજબૂત જણાતા હતા તે અલ્પેશ કથીરિયા પણ સુરતની વરાછા બેઠક પરથી હારી ગયા. આમ આદમી પાર્ટીના ઉમેદવારોની સભામાં લોકો તો મોટી સંખ્યામાં એકઠા થતા હતા,

પરંતુ તેને વોટ પરિવર્તિત ન થયા. જેના કારણે આપને માત્ર પાંચ બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો છે. જાેકે, આપના કારણે ગુજરાતમાં કોંગ્રેસને ઘણો ફટકો પડ્યો છે અને લગભગ ૩૫ બેઠકો પર તેના કારણે પરિણામો બદલાઈ ગયા. ગુજરાતમાં પાંચ બેઠકો જીત્યા બાદ હવે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સ્તરની પાર્ટી બની ગઈ છે.

ત્યારે હવે આપના ગુજરાતના સંગઠનમાં ધરખમ ફેરફારો થશે તેવું કહેવાઈ રહ્યું છે. ગુજરાતમાં આપ હવે કોંગ્રેસનો વિકલ્પ બનવા તરફ આગળ વધી રહી છે, ત્યારે અલ્પેશ કથીરિયાને પક્ષના નવા પ્રદેશ પ્રમુખ બનાવાશે અને હાલના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારી સોંપવામાં આવશે તેવી અટકળો છે.

હાલમાં આપના પાંચ ધારાસભ્યો અને મોટા આગેવાનો દિલ્હી પહોંચ્યા છે અને ત્યાં આપના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે બેઠક થયા પછી એવા સંકેત મળી રહ્યા છે કે, આપના ગુજરાતના સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.