Western Times News

Gujarati News

પતિએ ગ્રાઈન્ડરથી પત્નીનું ગળું કાપી નાખ્યું: અવૈધ સંબંધોમાં ખૂની ખેલ

(એજન્સી)ગાંધીનગર, દહેગામના પાલૈયા ગામમાં દંપતી વચ્ચે ચાલતા ઘરકંકાસે બપોરે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં પતિએ ગ્રાઈન્ડર મશીનથી પત્નીનું ગળું કાપી કરપીણ હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ હત્યાને અંજામ આપ્યા પછી પતિએ પણ જાતે ગ્રાઈન્ડર મશીન પોતાના ગળાના ભાગે ફેરવીને આપઘાતનો પ્રયાસ કર્યો છે.

જેને ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ બનાવની જાણ થતાં દહેગામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરતા અવૈધ સંબંધોમાં ખૂની ખેલ ખેલાયો હોવાની શંકા સેવાઈ રહી છે. દહેગામનાં પાલૈયામાં રહેતા દિનેશભાઈ પ્રહલાદભાઈ ચૌહાણ

અને તેમની પત્ની ગીતાબેન દિનેશભાઈ ચૌહાણબે પૂત્રો – એક પૂત્રી સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. દિનેશભાઈ લાઈટ ફિટિંગ તેમજ ખેતીનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. છેલ્લા ઘણા સમયથી દંપત્તી વચ્ચે ઘરકંકાસ ચાલતો રહેતો હતો. આજે પરિવારના સભ્યો લગ્ન પ્રસંગે ગયા હતા.

જ્યારે તેમનો એક પુત્ર પાર્લર પર ગયો હતો. આ દરમિયાન દંપતી વચ્ચે કોઈ બાબતે ઉગ્ર ઝગડો થયો હતો. ત્યારે આ ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં દિનેશભાઈએ ગ્રાઈન્ડર મશીન ગીતાબેનનાં ગળાના ભાગે બે વખત ફેરવી દીધું હતું. જેનાં કારણે લોહીના ફુવારા કૂવારા ઊડ્યા બાદ ગીતાબેનનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

આ હત્યાને અંજામ આપ્યા પછી દિનેશભાઈએ પણ પોતાના ગળાના ભાગે ગ્રાઈન્ડર મશીન ફેરવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન જ પાડોશીઓ દોડી આવ્યા હતા અને ગંભીર હાલતમાં હત્યારા પતિને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં તે જીવન મરણનાં ઝોલા ખાતો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ થતાં દહેગામ પોલીસ મથકના પીઆઈ બી બી ગોયલ સ્ટાફના માણસો સાથે ઘટનાસ્થળે દોડતી ગયા હતા અને તપાસનો દોર શરૂ કર્યો હતો.આ અંગે પીઆઈ ગોયલનાં જણાવ્યા અનુસાર આજે બપોરે દંપતી વચ્ચે ઝગડો થયો હતો.

ઘરે કોઈ હાજર ન હતું. એ દરમિયાન દિનેશે ગીતાબેનનાં ગળામાં ગ્રાઈન્ડર મશીન ફેરવી દઈ હત્યા કરી નાખી હતી. બાદમાં પોતાના ગળાના ભાગે પણ ગ્રાઈન્ડર મશીન ફેરવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.