Western Times News

Gujarati News

વલસાડના નાનાપોઢા ગામેથી સાગી લાકડાનો જથ્થો ઝડપાયો

(પ્રતિનિધિ)વલસાડ, વલસાડ ના નાનાપોંઢા વન વિભાગની ટીમે મોટી વહિયાળ ગામના નદીપાડા ફળિયામાંથી રૂ.૨.૯૦ લાખની. કિંમતના બિન વારસી સાગી લાકડાના ચોરસા ઝડપી પાડયા હતા.અને આ સાગનો જથ્થો કોનો હતો તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

નાનાપોઢા વન વિભાગના જણાવ્યા મુજબ નાનાપોઢાના વન અધિકારી અભિજીતસિંહ એસ. રાઠોડને મળેલી બાતમીના આધારે મોટી વહિયાલ ગામના નદી પાડા ફળિયા ખાતે ટીમ સાથે છાપો મારી રૂ.૨.૯૦ લાખની કિંમતનો સાગના ચોરસા તથા પાટિયાનો જથ્થો ઝડપી પાડયો હતો.વન વિભાગે તમામ. મુદ્દામાલ જપ્ત કરી નાનાપોંઢા રેન્જ ડેપો ખાતે જમા કરવામાં આવ્યો છે.અને સાગી લાકડાનો જથ્થો કોણે સંગ્રહ કર્યો હતો તેની તપાસ હાથ ધરી છે..બે દિવસ અગાઉ પણ વાપી એસ. ઓ.જી એ કોપરલી થી સાગ નો ટેમ્પો ઝડપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.