Western Times News

Gujarati News

દરેડમાં આવેલી ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી ૧૬૯ બોટલ ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયા

પ્રતિકાત્મક

જામનગર , જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક ટ્રાન્સપોર્ટની ઓફિસમાં દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. ઓફિસમાંથી ૧૬૯ નંગ દારૂની બોટલનો જથ્થો મળી આવતા મુદ્દામાલ કબ્જે કરી ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજર અને કમિશન એજન્ટની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

આ દરોડાની વિગત એવી છે કે, જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી કન્ટ્રી વાઇડ લોજિસ્ટિક નામની ટ્રાન્સપોર્ટ કંપનીની ઓફિસમાં બહારથી ઈંગ્લીશ દારૂની બોટલનો જથ્થો આયાત કરીને સંતાડવામાં આવ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે પંચકોસી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એમ.એલ. જાડેજા તથા ર્નિમળસિંહ જાડેજા વગેરેએ દરોડો પાડ્યો હતો.

આ દરોડા દરમિયાન ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી ૧૬૯ નંગ ઇંગ્લિશ દારૂની બોટલના ચપટા મળી આવ્યાં હતા. આથી પોલીસે રૂપિયા ૧૯,૪૩૫ની કિંમતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો કબજે કરી લીધો છે, જ્યારે ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજર મૂળ રાજસ્થાનના વતની નરેશ દેવારામ બીશ્નોઈ તેમજ ટ્રાન્સપોર્ટ કંપનીના કમિશન એજન્ટ દડીયા ગામમાં રહેતા જીગ્નેશ રાજેશભાઈ નંદાની અટકાયત કરી બંનેની વધુ પૂછપરછ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.