Western Times News

Gujarati News

અમૃતા યુનિવર્સિટીએ ગ્રામીણ વિકાસ મંત્રાલય સાથે એમઓયુ કર્યા

જોડાણનાં ક્ષેત્રોમાં સામેલ છે – ઇ-લર્નિંગ, કૌશલ્ય વિકાસ, ગ્રામીણ ટેકનોલોજીઓ, સાફસફાઈ, ઊર્જા સંરક્ષણ અને આઉટરિચ પ્રોગ્રામ

31 મે, 2019: અમૃતા વિશ્વ વિદ્યાપીઠમ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રુરલ ડેવલપમેન્ટ એન્ડ પંચાયતી રાજ (NIRD&PR)એ અમૃતાપુરી કેમ્પસમાં જાણકારી વહેંચવા, ટેકનોલોજીનું હસ્તાંતરણ કરવા તથા ઇ-લર્નિંગ, કૌશલ્ય વિકાસ, ગ્રામીણ ટેકનોલોજીઓ, સાફસફાઈ, ઊર્જા સંરક્ષણ અને આઉટરિચ પ્રોગ્રામોનાં ક્ષેત્રોમાં તાલીમ આપવા પર જોડાણ કરવા એમઓયુ (સમજૂતીકરાર) પર હસ્તાક્ષર કર્યા હતાં.

આ પ્રસંગે અમ્મા (શ્રી માતા અમૃતાનંદમાયી દેવી)એ ઉપસ્થિત રહીને શોભા વધારી હતી અને શુભેચ્છા આપી હતી કે, આ એમઓયુ ગ્રામીણ ભારત માટે મહત્ત્વપૂર્ણ સામાજિક અસરકારક પહેલ તરીકે વિકસશે. NIRD&PRનાં ડાયરેક્ટર જનરલ ડો. ડબલ્યુ આર રેડ્ડી (આઇએએસ)એ કહ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારોમાં NIRD&PRની પહોંચ સાથે અમૃતા યુનિવર્સિટીનાં સંશોધન અને ગ્રામીણ ટેકનોલોજીઓનો સમન્વય થવાથી ભારતનાં ગ્રામીણ વિસ્તારોમાં મોટું પરિવર્તન આવી શકે છે.”

અમૃતા વિશ્વ વિદ્યાપીઠમ વાઇસ ચાન્સેલરનાં ડો. વેંકટ રંગને કહ્યું હતું કે, “અમૃતાનો વિશિષ્ટ લાઇવ-ઇન-લેબ્સ પ્રોગ્રામ માટે વિદ્યાર્થીઓને ગ્રામીણ વિસ્તારમાં જવાની, તેમનાં પડકારો સમજવાની અને સંશોધન આધારિત સોલ્યુશન્સ બનાવવાની જરૂર પડે છે. લાઇવ-ઇન-લેબ્સ ક્રેડિટ-આધારિત એકેડેમિક પ્રોગ્રામ છે, જે એકથી વધારે શાખાનાં અનુભવજન્ય શિક્ષણને પ્રદાન કરે છે, જે વાસ્તવિક માળખામાં લાગુ કરી શકાય એવી શૈક્ષણિક થિયરી દ્વારા વર્ગખંડ અને પ્રયોગાશળાનાં અવરોધોને દૂર કરે છે. લિવ-ઇન-લેબ્સનો અમલ ભારતમાં 21 રાજ્યોમાં 150થી વધારે પ્રોજેક્ટ્સમાં થયો છે અને 60,000થી વધારે ગામડાઓમાં જીવનની ગુણવત્તાનાં ધારાધોરણો સુધારવામાં મદદ કરી છે.

પુરીનાં સ્વામી જ્ઞાનમિત્રાનંદન પુરી, માતા અમૃતાનંદમયીએ કહ્યું હતું કે, “અમ-તા સર્વ પ્રોજેક્ટ સપ્ટેમ્બર, 2013માં શરૂ થયો હતો, જેણે ભારતભરમાં ગ્રામીણ વિસ્તારોમાં સ્થિર વિકાસને વેગ આપ્યો છે અને આ માટે મૂળભૂત જરૂરિયાતોથી શરૂ કરીને ખરાં સશક્તિકરણ સુધીનાં શ્રેણીબદ્ધ પડકારો ઝીલવામાં આવ્યાં છે.”

કેન્દ્રિય ગ્રામીણ વિકાસ મંત્રાલય અંતર્ગત કાર્યરત સ્વાયત્ત સંસ્થા ધ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રુરલ ડેવલપમેન્ટ એન્ડ પંચાયતી રાજ (NIRD&PR) ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજમાં ટોચનું રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા કેન્દ્ર છે. આ કેન્દ્ર તાલીમ, સંશોધન અને સલાહની આંતર-સંબંધિત પ્રવૃત્તિઓ દ્વારા ગ્રામીણ વિકાસનાં પદાધિકારીઓની ક્ષમતા ઊભી કરે છે.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.