Western Times News

Gujarati News

મેઘરજ તાલુકાની તમામ દૂધ મંડળીઓના ૬ દિવસીય મંત્રી તાલીમ વર્ગનું સમાપન

તાલુકાની દૂધ મંડળીઓના સેક્રેટરીઓને સહકારી કાયદો સહિતના વિષયોમાં નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાયું

મોડાસા, અરવલ્લી જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે આયોજિત મેઘરજ તાલુકાની દૂધ મંડળીઓના મંત્રીઓના ૬ દિવસીય શિક્ષણ અને તાલીમ વર્ગનું આજરોજ સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલની ઉપસ્થિતિમાં સમાપન કરવામાં આવ્યું હતું.

૬ દિવસના આ તાલીમ વર્ગમાં સહકારને લગતા વિવિધ વિષયો જેવા કે પેટા કાયદાઓ-હિસાબી પદ્ધતિઓ અને સંલગ્ન કાયદાઓ,સહકારી કાયદાઓ-નિયમો,પેટા નિયમો, અને ઓડિટ ઉપરાંત સહકારી માળખામા ઓડિટના પ્રકારો અને વહીવટી ય અને નાણાંકીય બાબતો વિશે વિસ્તૃત વિવિધ વિષય નિષ્ણાતો નિવૃત્ત સીનીયર ઓડિટર અને એડવોકેટ જે.કે.દરજી અને સુરેશભાઈ પટેલ(નિવૃત્ત એકઝી. ઓફિસર)દ્વારા જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સમાપન સમારોહમાં પૂર્વ શિક્ષણ મંત્રી હીરાજી ડામોર, કનુભાઈ પટેલ, કિશોરસિંહ રાવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.સંઘના એક્ઝિક્યુટિવ ઓફિસર હરિપ્રસાદ જાેશી દ્વારા તાલીમ વર્ગનું સંચાલન અને બે કર્મચારીઓ યાજ્ઞિક પટેલ અને કુલદીપ પટેલે વર્ગની સફળતા માટે જહેમત ઉઠાવી હતી.તાલુકાની મંડળીઓ નવાગામ ઇસરીના સેક્રેટરી રમેશભાઈ પટેલ , ભૂતિયા દૂધ મંડળીના ઉમેશભાઈ લાબાના, લાલપુર દૂધ મંડળીના પરબતભાઇ અને તરકવડિયા દૂધ મંડળીના મંત્રી સિદ્ધરાજસિ વગેરેએ તાલીમ વર્ગમાં મળેલી સુચારુ જાણકારી અંગે પોતાના પ્રતિભાવ આપ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.