Western Times News

Gujarati News

હવે માત્ર ગરીબ રેશનકાર્ડ ધારકોને જ ઘઉં અને ચોખા મફતમાં અપાશે

(એજન્સી)નવી દિલ્હી, મોદી સરકારે તાજેતરમાં જ દેશના ૮૦ કરોડથી વધુ રેશનકાર્ડ ધારકોને નવા વર્ષમાં ખુશીની ભેટ આપી હતી. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (એનએફએસએ) હેઠળ ૨૦૨૩ માં મફત અનાજના વિતરણની જાહેરાત કરી છે.

આ પહેલા ગયા વર્ષે ૨૦૨૦ થી અત્યાર સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય) હેઠળ કરવામાં આવી રહ્યું છે. કોરોના સમયગાળાથી ૮૧.૩ કરોડ લોકોને આ સેવા મફતમાં મળી રહી છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ એવા લોકોને પણ મફત રાશન મળી રહ્યુ છે જેમની પાસે રાશન કાર્ડ નથી તેઓને પણ મફતમાં રાશન મળતું હતું. પરંતુ, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ હવે માત્ર ગરીબ રેશનકાર્ડ ધારકોને જ ઘઉં અને ચોખા મફતમાં આપવામાં આવશે.

સરકારે આ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એપ્રિલ ૨૦૨૦માં શરૂ કરી હતી. આ યોજના કોરોના સંક્રમણ અને લોકડાઉન લાગુ થયા પછી શરૂ કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી આ યોજનાને બંધ કરવાની વાત ચાલી રહી હતી, પરંતુ કેબિનેટે તેને હાલમાં ચાલુ રાખવાનો ર્નિણય કર્યો છે.

જાે કે, હવે આ યોજનાને ખાદ્ય સુરક્ષા યોજના સાથે મર્જ કરવામાં આવી છે. આ અંતર્ગત મફત રાશન આપવા પર લગભગ બે લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ખર્ચનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે. આમાં રાજ્યો પાસેથી પૈસા વસૂલવામાં આવશે નહીં.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ઘઉં, ચોખા અને અનાજ ૧ થી ૩ રૂપિયા પ્રતિ કિલોના દરે આપવામાં આવે છે. પરંતુ, કેન્દ્ર સરકારે કહ્યું છે કે ડિસેમ્બર ૨૦૨૩ સુધી ગ્રાહકો પાસેથી આ રકમ પણ વસૂલ કરવામાં નહીં આવે. છેલ્લા ૩ વર્ષમાં આ યોજનાના ૭ તબક્કા પૂર્ણ થયા છે. સૌ પ્રથમ માર્ચ ૨૦૨૦ માં આ યોજના એપ્રિલથી જૂન સુધીના ત્રણ મહિના માટે પ્રથમ તબક્કામાં લાગુ કરવામાં આવી હતી.

મોદી સરકારે કહ્યું છે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (એનએફએસએ)અને અન્ય કલ્યાણકારી યોજનાઓની જરૂરિયાતોને પહોંચી વળવા અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં વધારાની ફાળવણી માટે ભારત સરકાર પાસે કેન્દ્રીય પૂલમાં અનાજનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલ્બધ છે. ૧ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ લગભગ ૧૫૯ લાખ મેટ્રિક ટન ઘઉં અને ૧૦૪ એલએમટી ચોખા ઉપલબ્ધ થઈ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.