Western Times News

Gujarati News

દલાઈ લામાની જાસૂસી કરી રહેલી શંકાસ્પદ ચીની મહિલાની બોધગયામાં અટકાયત

બોધગયા, બૌદ્ધ ધર્મગુરૂ દલાઈ લામાને ધમકી આપનાર મહિલાને બિહારની ગયા પોલીસે શોધી લીધી છે. ગયા પોલીસે મહિલાની અટકાયત કરી છે અને પૂછપરછ કરી રહી છે. શંકાસ્પદ ચીની મહિલા જાસૂસની ઉંમર લગભગ ૫૦ વર્ષ હોવાનું સામે આવ્યું છે.

બિહાર પોલીસે ચીની જાસૂસની બોધગયાના કાલચક્ર ગ્રાઉન્ડ બહારથી અટકાયત કરી છે. આ જગ્યા પર દલાઈ લામા દરરોજ પ્રવચન આપવા આવે છે. બિહાર પોલીસ પ્રમાણે શંકાસ્પદ ચીની મહિલાનું નામ Song Xiaolan છે. પોલીસે ચીની મહિલાની પૂછપરછમાં મદદ માટે એક ચીની અનુવાદકને બોલાવ્યો છે. મહિલાની બોધગયા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ થઈ રહી છે.

સૂત્રોનું કહેવું છે કે મહિલા ૨૦૧૯માં ભારત આવી હતી. ત્યારબાદ ચીન પરત ફરી હતી. ત્યારબાદ તે બીજીવાર ભારત આવી અને પછી નેપાળ ગઈ હતી. તે નેપાળમાં થોડા દિવસ રહ્યાં બાદ ફરી બોધગયા પહોંચી હતી. ગયા સિટી પોલીસના એસપી અશોક પ્રસાદ તેની પૂછપરછ કરી રહ્યાં છે.

નોંધનીય છે કે આ પહેલા બિહાર પોલીસે શંકાસ્પદ જાસૂસ મનાતી ચીની મહિલાનો સ્કેચ જારી કર્યો હતો. આ વચ્ચે બોધગયામાં દલાઈ લામાની સુરક્ષાને લઈને એલર્ટ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે બૌધ ધર્મગુરૂને ચીનની આ મહિલાએ ધમકી આપી હતી. તો આ ધમકીને લઈને દલાઈ લામાએ કહ્યુ કે, મારામાં ક્રોધ ભડકાવનાર પ્રત્યે મારા મનમાં કોઈ દુર્ભાવના નથી.

નોંધનીય છે કે દલાઈ લામા આશરે એક મહિનાના બોધગયાના પ્રવાસ પર છે. તેમની સુરક્ષાને લઈને તિબેટ મંદિરથી લઈને મહાબોધિ મંદિર સુધી આકરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

દલાઈ લામા ૨૨ ડિસેમ્બરે બોધગયા પહોંચ્યા હતા, જ્યાં તેમને જાેવા માટે ભારે ભીડ ઉમટી હતી. તેમણે અહીં ગૃભગૃહમાં વિશ્વશાંતિ માટે વિશેષ પૂજા અર્ચના કરી, ત્યારબાદ બોધિ વૃક્ષની નીચે સાધના કરી. તેમના મંદિરમાં રહેવા સુધી અન્ય શ્રદ્ધાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.