Western Times News

Gujarati News

સીજી રોડ પર 31મીની રાત્રે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

રાજ્યભરમાં ફટાકડા ફોડી ૨૦૨૨ને અલવિદા કહીં વર્ષ ૨૦૨૩ને આવકારો આપવામાં આવ્યો

અમદાવાદ, મહાનગરો સહિત રાજ્યભરમાં ફટાકડા ફોડી,ઉજવણી કરવામાં આવી અને વર્ષ ૨૦૨૨ને અલવિદા કહીં નવા વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૩ને આવકારો આપવામાં આવ્યો. નવા વર્ષની પૂર્વ સંધ્યા એટલે કે ૩૧જંની સાંજે અમદાવાદના એસ.જી.હાઈવે પર ભવ્ય આતશબાજી થઈ હતી.

આ આતશબાજી એટલી ભવ્ય હતી કે આસપાસનાં વાહનો થંભી ગયાં હતાં અને બે મિનિટ સુધી આખોના પલકારા આપ્યા વગર તેને એકીનજરે જાેઈ રહ્યા હતા.

કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે થર્ટી ફર્સ્ટ મનાવવા મળી હતી ત્યારે ગુજરાતમાં પોલીસ દ્વારા પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા આ વખતે તમામ જગ્યાએ અને પાર્ટીઓ ઉપર ચાપતી નજર રાખવામાં આવી રહી હતી. પોલીસનો મોટો કાફલો રસ્તા પર ઊતરી પોશ વિસ્તારમાં તમામ વાહન ચાલકોનું સઘન ચેકિંગ કરી રહ્યો હતો. તો આ વખતે પ્રથમવાર પોલીસ દ્વારા એન્ટિ ડ્રગ ટેસ્ટ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો.

શનિવારે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફ્લાવર શો ૨૦૨૩નું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી દ્વારા ફ્લાવર શોમાં ફરી અને તમામ ફૂલો, છોડ, રોપા વગેરેની માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશોને સૂચન કર્યું હતું કે, ફ્લાવર શોની ટિકિટનો દર ઘટાડી અને ૨૦ રૂપિયા કરવામાં આવે.

વડોદરા શહેરના સરસિયા તળાવ પાસે રમતાં રમતાં બે વર્ષનું બાળક અરુણ માવી ૧૦ ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યું હતું, જેને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ત્નઝ્રમ્ની મદદથી ખાડો ખોદીને બાળકને સહીસલામત રીતે બહાર કાઢ્યું હતું અને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. આમ, બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો.

‘સાપના ઘરે સાપ પરોણો’ આવી ગુજરાતીમાં કહેવત છે, તેને ચરિતાર્થ કરતી ઘટના સુરતમાં સામે આવી છે. લિંબાયત વિસ્તારમાં આવેલી કરિયાણાની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી હતી. ચોર દુકાનમાં પોતાનું જ ટી-શર્ટ મોં પર બાંધી ઉઘાડા ડિલે ચોરી કરી હતી.

દુકાનના સીસીટીવીમાં તો તસ્કર ઝડપાઈ ગયો પરંતુ ચોરી કરીને જેવો દુકાન બહાર આવ્યો કે, તેને લૂંટારું ભટકાઈ ગયો અને ચોરીના ૭૦ હજાર રકમ લઈને નાસી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં એક શખસે પેથોલોજી લેબોરેટરીમાં ઘૂસી તલવાર વડે સાધનોની તોડફોડ કરી હતી. તેમજ એક યુવાનને ઈજા પહોંચાડી લેબોરેટરી ખોલી તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી લેબ માલિકે આરોપી વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers