Western Times News

Gujarati News

પાટણ જિલ્લામાં વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ લાવવા માટે લોકદરબાર યોજાયો

કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર જનતા વ્યાજખોરો વિરુદ્ધ અવાજ ઉઠાવે અમે જનતાની સાથેઃ ૈંય્ જે.આર.મોથલિયા

માહિતી બ્યુરો,પાટણ, ‘’મને ભગવાને ૫૦ ટકા મોકલ્યો હતો અને આ વ્યાજખોરોએ મને ૩૦ ટકા કરી દીધો છે.વ્યાજખોરોએ મને માર મારીને મારા હાથ-પગ ભાંગી નાખ્યા છે. આજે મારા હાથ-પગ કામ નથી કરી રહ્યા. મને અને મારા પરિવારે સતત એક ડરમાં જીવવું પડે છે.’’ આ શબ્દો છે વ્યાજખોરોથી પીડીત વ્યક્તિના. આ શબ્દો સાંભળીને આજરોજ આયોજીત લોકદરબારમાં સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. નાગરિકની રજુઆત સાંભળીને જિલ્લા પોલસ વડાશ્રી વિજય પટેલે તુરંત જ ભોગ બનનાર વ્યક્તિને આધાર પુરવાઓ રજુ કરવા માટે કહ્યું અને તેમને પરેશાન કરતા વ્યાજખોરો વિરુદ્ધ પગલા લેવાનું વચન આપ્યું.

રાજ્ય સરકારશ્રીની સુચનાથી રાજ્યના દરેક જિલ્લામાં લોકદરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજરોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કન્વેશન હોલ ખાતે ગુજરાત નાણા ધીરનાર અધિનિયમ-૨૦૧૧ અન્વયે વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ લાવવા માટે પાટણ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત લોકદરબાર કાર્યકર્મનું આયોજન કરવામાં આવ્યું હતુ. રાજ્યમાં વધી રહેલી વ્યાજખોરીને ડામવા માટે આયોજીત આજના લોકદરબારમાં જાહેર જનતાએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા, તેમજ વ્યાજખોરીની આ સામાજીક દૂષણરૂપી પ્રવૃતિને નાથવા માટે યોગ્ય સુચનો પણ કર્યા હતા. જે વ્યક્તિ જાહેરમાં પ્રશ્નો રજુ ના કરી શકે તેવા લોકો ખાનગીમાં પોલીસ સ્ટેશન જઈને પ્રશ્નો રજુ કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

લોકદરબારના અધ્યક્ષ એવા પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ ભુજ શ્રી જે.આર.મોથલિયાએ પાટણની જનતાને અપીલ કરતા જણાવ્યું હતુ કે, વ્યાજખોરોને ડામવા માટે જિલ્લા પોલીસતંત્ર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવશે પરંતુ સાથે-સાથે જનતાએ આ સામાજીક દુષણને ડામવા માટે પોલીસને સાથ સહકાર આપવાની જરૂરત છે. જનતા ખુદ આગળ આવે અને વ્યાજખોરો વિરુદ્ધ અવાજ ઉઠાવે તો અમે જનતાનો અવાજ બનીશુ. વ્યાજખોરીને ડામવા માટે પાટણ જિલ્લા પોલીસ દ્વારા લોકદરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આજના કાર્યક્રમમાં જનતાએ જે પ્રશ્વો રજુ કર્યા છે તે પ્રશ્નો પર ચોક્કસપણે કામ કરવામાં આવશે. તદઉપરાંત આજના લોકદરબારમાં લોકોએ જે ચુચનો કર્યા છે તે સુચનો પર પણ ધ્યાન આપવામાં આવશે. હું રેન્જ આઈ.જી તરીકે સર્વેને આશ્વાસન આપુ છું કે તમામ પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં નિકાલ લાવવામાં આવશે. પાટણની જનતાને અપીલ છે કે, આપની પાસેથી જાે વધારે વ્યાજ લેવાય છે તો તુરંત જ આધાર પુરાવાઓ સાથે પોલીસને રજુઆત કરો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.