Western Times News

Gujarati News

ચીનની કોલસાની ખાણમાં પ્રચંડ વિસ્ફોટ: 15નાં મોત

બેઈજિંગ, ચીનનાં શાંક્શી પ્રાંતમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ થતાં 15 લોકોના મોત નીપજ્યા તેમજ 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. શાંક્શી કોલસા ખાણ સુરક્ષા વહીવટીતંત્રએ જણાવ્યું કે આ ઘટના સોમવારે એ સમયે બની જ્યારે 35 ખાણીયાઓ પિંગ્યાઓ કાઉન્ટી ક્ષેત્રમાં કામ કરી રહ્યા હતાં. 11 ખાણીયાઓને ત્યાંથી સફળતાપૂર્વક બહાર કાઢી શકાયા છે. અત્યાર સુધીની તપાસથી એ જાણી શકાયું છે કે જ્યારે આ દુર્ઘટના બની ત્યારે ખાણમાં લગભગ 35 મજુરો કામ કરી રહ્યા હતાં. દુર્ઘટનાના કારણો જાણી શકાયા નથી. જો કે આ સમગ્ર વિસ્તારને ખાલી કરવામાં આવ્યો છે અને રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

ચીનમાં તમામ સુરક્ષાના પગલા લેવામાં આવતા હોવા છતાં પણ આ પ્રકારની દુર્ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. જેમ કે દક્ષિણ-પશ્ચિમ ચીનનાં ચોંગછિંગ શહેરમાં આ મહિને કોલસાની ખાણમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 30 મજુરોનાં મોત થયા હતાં અને મોટાપાયે નુકસાન થયું હતું.  અત્રે ઉલ્લેખનીય છે કે ચીન વિશ્વમાં સૌથી વધુ કોલસાનું ઉત્પાદન કરનારો દેશ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.