Western Times News

Gujarati News

અમદાવાદ મેટ્રો હવે સવારે 7 થી રાત્રે 10 વાગ્યા સુધી દોડશે

ગુજરાત મેટ્રો રેલ દ્વારા હંગામી ધોરણે હાલની સવારે 9 થી રાત્રે 8 ની સમયમર્યાદા વધારીને સવારે 7 થી રાત્રે 10 સુધી કરવાનો નિર્ણય

ગુજરાત મેટ્રો રેલ કંપનીની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે અમદાવાદ મેટ્રો ફેસ-૧નું સમયપત્રક, જે હાલ સવારે ૯થી રાત્રે ૮ વાગ્યા સુધીનું છે, તેને વધારવા માટે વિવિધ રજૂઆતો મળી છે. Gujarat Metro Rail has received various representations to enhance present Ahmedabad Metro Phase-I timetable, which at present is from 09:00 Hrs to 20:00 Hrs.

આ સંદર્ભમાં વિશેષ કરીને વિદ્યાર્થીઓ તથા નોકરિયાતોને સવલત રહે તે ધ્યાને લેતા ગુજરાત મેટ્રો રેલ દ્વારા તારીખ ૩૦.૦૧.૨૦૨૩ના રોજથી અમલમાં આવે તે રીતે, હાલના ૦૯:૦૦થી ૦૮:૦૦ની સમય મર્યાદા વધારીને સવારે ૭:૦૦થી રાત્રે ૧૦:૦૦ સુધી હંગામી ધોરણે કરવાનો નિર્ણય કરેલ છે.

હાલ માંગ જોતા પૂર્વ-પશ્ચિમમાં દર ૧૮ મિનિટે અને ઉત્તર-દક્ષિણમાં દર ૨૫ મિનિટે ટ્રેનની વ્યવસ્થા છે, જેને મુસાફરોની સંખ્યા જોતાં તેનો દર ૧૫ મિનિટ (પીક સમય)ના ગાળા સુધી કરવાની તૈયારી રાખેલ છે.

આ રીતે એક મહિના માટે ટ્રેન સેવા ચલાવીને ખરેખર જરૂરિયાત અંગે અભ્યાસ કરીને આગળના સમયપત્રકનો નિર્ણય લેવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.