Western Times News

Gujarati News

વિશ્વની સૌથી ઉંમરલાયક મહિલાનું 119 વર્ષની ઉંમરે નિધન થયું

FILE PHOTO: Kane Tanaka, born in 1903, smiles as a nursing home celebrates three days after her 117th birthday in Fukuoka, Japan, in this photo taken by Kyodo January 5, 2020. Mandatory credit Kyodo/via REUTERS ATTENTION EDITORS - THIS IMAGE WAS PROVIDED BY A THIRD PARTY. MANDATORY CREDIT. JAPAN OUT. NO COMMERCIAL OR EDITORIAL SALES IN JAPAN/File Photo

નવી દિલ્હી,  દુનિયાની સૌથી ઉંમરલાયક મહિલા લ્યૂસિલ રેંડનનું ૧૧9 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. રેંડનને સિસ્ટર આંદ્રેના નામથી ઓળખવામાં આવે છે. જાણકારી અનુસાર, રેંડનનો જન્મ ૧૧ ફેબ્રુઆરી ૧૯૦૪ના રોજ દક્ષિણી ફ્રાન્સમાં થયો હતો. રિપોર્ટ્‌સમાં જણાવ્યા અનુસાર, એક પ્રવક્તા ડેવિડ તાવેલ્લાએ કહ્યું કે, દુનિયાની સૌથી વૃદ્ધ વ્યક્તિ ફ્રાંસીસી નન લ્યૂસિસ રેંડનનું નિધન થઈ ગયું છે.

પ્રવક્તાએ કહ્યું કે, ટોલનમાં તેમના નર્સિંગ હોમમાં ઊંઘમાં તેમનું મૃત્યુ થઈ ગયું છે. સેન્ટ કૈથરીન-લેબૌરી નર્સિંગ હોમના પ્રવક્તા તવેલ્લાએ કહ્યું કે, આ અત્યંત દુઃખદ છે. પણ રેંડનની આ ઈચ્છા હતી કે, તે પોતાના પ્રેમાળ ભાઈને મળે. તેમના માટે આ એક પ્રકારની મુક્તિ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જાેઈએ તો, જાપાનની કેન તનાકાનું ગત વર્ષે ૧૧૯ વર્ષની વયે નિધન થઈ ગયું હતું. ત્યાર બાદ રેંડન સૌથી ઉંમરલાયક હતી. રેંડનનો જન્મ ત્યારે થયો હતો, જ્યારે ન્યૂયોર્કે પોતાનો સૌથી પ્રથમ સબવે ખોલ્યો હતો અને જ્યૂર ટૂર ડી ફ્રાંસનું ફક્ત એક વાર મંચન થયું હતું.

રેંડને ૧૯૪૪માં ૪૦ વર્ષની ઉંમરે એક કોન્વેંટમાં એન્ટ્રી પહેલા એક ગવર્નર અને ટ્યૂટર તરીકે કામ કર્યું હતું. તે ૧૯૭૯થી નર્સિંગ હોમમાં અને ૨૦૦૯થી ટૂલોન હોમમાં હતી. હાલમાં જ રેંડને કહ્યું હતું કે, લોકો કહે છે કે, કામ મારી નાખે છે, પણ મારા માટે કામે મને જીવતી રાખી છે.

હું ૧૦૮ વર્ષની ઉંમર સુધી કામ કરતી રહી. લ્યૂસિલ રેંડન ૨૦૨૧માં કોવિડ પોઝિટિવ થઈ હતી, તેમ છતાં પણ તે બચી ગઈ. જે દુનિયાભરના લોકો માટે આશાનું પ્રતિક બની ગઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.