Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

આલિયા ભટ્ટ ફરીવાર પ્રેગનેન્ટ હોવાની અટકળો

મુંબઈ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આ દિવસોમાં પેરેન્ટહુડ એન્જાેય કરી રહ્યા છે. બંને ગયા વર્ષે નવેમ્બરમાં લાડલી રાહાના માતા-પિતા બન્યા હતા. તે જ સમયે, પ્રેગ્નન્સી પછી પણ આલિયા ભટ્ટે તેની પોસ્ટ પ્રેગ્નન્સી ફિટનેસથી લોકોને ચોંકાવી દીધા હતા.

હાલમાં જ આલિયા પતિ રણબીર સાથે મુંબઈમાં એક ઈવેન્ટમાં હાજરી આપવા પહોંચી હતી. આ કપલ મુંબઈ પ્રેસ ક્લબ ખાતે કેલેન્ડર, મુંબઈ મોમેન્ટ્‌સ ૨૦૨૩ના લોન્ચ ઈવેન્ટમાં જાેવા મળ્યું હતું. આ સમયે બધાની નજર આલિયાના ઢીલા કપડા પર પડી હતી.

આવી સ્થિતિમાં, લોકો અનુમાન લગાવવા લાગ્યા કે એક્ટ્રેસ ફરીથી પ્રેગનેન્ટ થઈ ગઈ છે. આલિયા ભટ્ટ તાજેતરમાં એક કેલેન્ડર લોન્ચ ઈવેન્ટમાં રણબીર કપૂર સાથે જાેવા મળી હતી. આ ઇવેન્ટમાં કપલ અને તેમના પરિવારની તસવીરો લગાવવામાં આવી હતી.

આ દરમિયાન, કપલ તેમના પરિવાર અને તેમની તસવીરો જાેઈને ખૂબ જ ખુશ હતા. ચારે બાજુ દિવાલો પર આલિયા-રણબીર અને તેમના પરિવારના ફોટા લગાવવામાં આવ્યા હતા. કપલે તેમના ફોટોઝ સાથે અનેક તસવીરો પણ ક્લિક કરાવી છે. જાેકે આ દરમિયાન બધાનું ધ્યાન આલિયાના ડ્રેસ પર ગયું હતું. તે ગ્લેમરસ લુકમાં જાેવા મળી હતી પરંતુ તેના ઢીલા કપડાએ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

થોડા દિવસો પહેલા આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેણે બે ફૂલ પકડ્યા હતા, જેના પછી ફેન્સ તેના ફરીથી પ્રેગ્નન્ટ હોવાની અટકળો લગાવવા લાગ્યા હતા. આલિયાએ કેપ્શનમાં ‘૨.૦’ પણ લખ્યું છે.

આ ઈવેન્ટ દરમિયાન દિવાલો પર પિતા ઋષિ કપૂરનો ફોટો જાેઈને રણબીર ઈમોશનલ થતો જાેવા મળ્યો હતો. રણબીર કપૂર વ્હાઇટ ટી-શર્ટ અને જીન્સ અને મેચિંગ જેકેટમાં હેન્ડસમ લાગતો હતો.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers