Western Times News

Gujarati News

એક લાખ માટે ૧૭ વર્ષની છોકરીને આધેડ સાથે પરણાવી

મુંબઈ, ૨૩ ડિસેમ્બરે ઘરેથી કોલેજ જવા માટે નીકળ્યા બાદ ગુમ થયેલી વિખ્રોલી વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની છોકરીને ઔરંગાબાદના એક નાના ગામમાં એક શખ્સ સાથે લગ્ન માટે ૧ લાખ રૂપિયામાં વેચી દેવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.

સતત ૧૫ દિવસના સર્ચ ઓપરેશન બાદ પોલીસે ગુરુવારે છોકરીનું રેસ્ક્યૂ કર્યું હતું અને પૈસાના બદલામાં ૧૭ વર્ષની છોકરીના લગ્ન જેની સાથે કરાવવામાં આવ્યા હતા તે સહિત ચાર શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે સુનીતા ઉર્ફે સુધા મનોજ જાેશી, લાડપ્પા લક્ષ્મણ ગોવી, ગણપત કાંબલે અને વરરાજા ભવારણ માળીની ધરપકડ કરી હતી, જે ઔરાંગાબાદમાં મોબાઈલ ફોન એસેસરીઝની દુકાન ચલાવે છે.

પોલીસે તેમની સામે અપહરણ, ખોટી રીતે બંધક બનાવવી, માનવ તસ્કરી, બળાત્કાર અને ઈરાદાપૂર્વક અપમાન સહિતની આઈપીસીની કલમોની સાથે-સાથે પોસ્કો એક્ટ (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સિસ) હેઠળ પણ ગુનો નોંધાયો હતો.

૨૩ ડિસેમ્બરે છોકરીના માતા-પિતાએ ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, તેમની દીકરી કોલેજ જવા નીકળી હતી અને પછી ઘરે પરત ફરી નહોતી. પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ ડેટાના આધારે, તે છેલ્લે દાદર રેલવે સ્ટેશન પર જાેવા મળી હોવાનું સામે આવ્યું હતું. પાર્કસાઈટ પોલીસ સ્ટેશનના સીનિયર ઈન્સ્પેક્ટર વિનાયક મેરે જણાવ્યું હતું કે, ‘તેણે મિરાજ જવા માટે ટ્રેન પકડી હતી, અમારી ટીમ મિરાજ પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજ તપાસતાં તે એક મહિલા અને પુરુષ સાથે જાેવા મળી હતી, જેણે તેને લાલચ આપી હતી.

તેમણે તેને તેમની બાઈક પર બેસાડી હતી. અમને બાઈકનો રજિસ્ટ્રેશન નંબર મળ્યો હતો, જે મનોજ જાેશીના નામ પર રજિસ્ટર્ડ હતી, જે ચેમ્બુલમાં ચાની કીટલી ચલાવતો હતો. રસપ્રદ રીતે, આરોપીઓ બાઈકને ટ્રેનમાં લઈ ગયા હતા અને પોતાના નિશ્ચિત સ્થાને ઉતર્યા બાદ તેઓ બાઈક પર આગળ વધ્યા હતા.

અમારી ટીમે પાર્સલ સેવા આપતી કંપનીની પૂછપરછ કરી હતી, જેમણે અમને બાઈક લોડ કરનારી વ્યક્તિનું કેવાયસી, તેનો મોબાઈલ નંબર અને ઔરંગાબાદનું એડ્રેસ આપ્યું હતું. અમે ચેમ્બુરથી જાેશીને ઉઠાવ્યો હતો અને તેને સીસીટીવી દેખાડ્યા હતા.

પીડિતા સાથે તેની પત્ની અને તેના કાકા હોવાનું ઓળખી કાઢ્યું હતું. આ માહિતીના આધારે પોલીસની એક ટીમ ઔરંગાબાદની સિંધી કોલોનીમાં ગઈ હતી અને છોકરીનું રેસ્ક્યૂ કર્યું હતું.

તપાસ કરતાં સુનિતા મનોજ જાેશી અને તેના કાકા લાડપ્પપા ગોવીએ ભવરામ માળી સાથે ૧ લાખ રૂપિયા લઈ છોકરીના લગ્ન કરાવ્યા હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે ગણપત કાંબલેની પણ ધરપકડ કરી હતી, જેણે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. તમામ આરોપીઓને વખ્રોલી કોર્ટમાં હાજર કરાયા હતા જ્યાં કોર્ટે રિમાન્ડ મંજૂર કરતાં હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.