Western Times News

Gujarati News

પાડોશી કેમેરા લગાવીને આપના ઘર પર નજર રાખે તો બિન્દાસ કરો વિરોધ

કોચ્ચિ, કોઈ વ્યક્તિ પાડોશીના ઘરમાં નજર રાખવા માટે સુરક્ષાના નામ પર સીસીટીવી કેમેરા લગાવી શકતા નથી. કેરલ હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, કોઈ પણ સુરક્ષાના નામ પર પાડોશીની જાસૂસી માટે સીસીટીવી કેમેરા લગાવવાની મંજૂરી આપી શકાતી નથી.

જસ્ટિસ વીજી અરુણે રાજ્યના પોલીસ પ્રમુખને આદેશ આપ્યો છે કે, તે રાજ્ય સરકાર પાસેથી સલાહ લઈને સીસીટીવી કેમેરાનો દુરુપયોગ રોકવા માટે ગાઈડલાઈન્સ લઈને આવે. કોચ્ચિના ચેરનલ્લૂરની રહેવાસી એક ૪૬ વર્ષની મહિલાએ પાડોશી તરફથી સીસીટીવી કેમેરા લગાવાને લઈને ચેલેન્જ આપતી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કેમેરાની નિશાન મહિલાના ઘર અને કંપાઉડ તરફ હતું.

મહિલાએ પોતાની પ્રાઈવસીના અધિકારનું ઉલ્લંઘન ગણાવીને કોર્ટનો દરવાજાે ખટખટાવ્યો હતો. મહિલાની અરજી પર સુનાવણી કરતા કોર્ટે મંગળવારે અંતરિમ આદેશ જાહેર કર્યો હતો.

જસ્ટિસ અરુણે કહ્યું કે, પહેલી નજરમાં મારો મત એ છે કે, સુરક્ષાના કારણોનો હવાલો આપતા સીસીટીવી કેમેરા લગાવીને પાડોશીના ઘરમાં જાસૂસી કરાની મંજૂરી આપી શકાય નહીં. સ્થિતીની ગંભીરતા જાેતા આદેશ જાહેર થાય અથવા તો સીસીટીવી કેમેરા કેવી રીતે લગાવામાં આવે, તેને લઈને દિશાનિર્દેશ જાહેર થાય.

રાજ્યના પોલીસ પ્રમુખ રાજ્ય સરકાર સાથે ચર્ચા બાદ એક યોગ્ય ગાઈડલાઈન્સ લઈને આવે. કોર્ટે ત્યાર બાદ સ્ટેટ પોલીસ ચીફને કેસમાં પાર્ટી બનાવી છે અને હવે આ મામલે આગામી મહિને સુનાવણી થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.