Western Times News

Gujarati News

ફેસબુક-ઇન્સ્ટા પરથી વીડિયો સેવ કરવા માટે કોઈ એપની જરૂર નથી!

પ્રતિકાત્મક

નવી દિલ્હી, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર સ્ક્રોલ કરતી વખતે આવા ઘણા વિડીયો આપણી સામે આવે છે જે આપણને ગમે છે. જાે આપણે આમાંથી કોઈ પણ વીડિયો ડાઉનલોડ કરવા ઈચ્છીએ છીએ, તો તેના માટે આપણે થર્ડ પાર્ટી એપનો સહારો લેવો પડશે.

ઘણી વખત આપણે ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પરથી કેટલાક વિડીયો આપણા મિત્રો કે પરિચિતો સાથે શેર કરવા કે સેવ કરવા માંગીએ છીએ પરંતુ તેને ડાઉનલોડ કરી શકતા નથી. જ્યારે શેર કરતી વખતે, ફક્ત તેની લિંક જ શેર કરી શકાય છે. અહીં અમે તમને આ વીડિયો ડાઉનલોડ કરવાની એક એવી રીત જણાવી રહ્યા છીએ જેમાં તમારે કોઈ અલગ એપ ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી.

ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પરથી વીડિયો ડાઉનલોડ કરવા માટે, પહેલા તેની લિંક કોપી કરો. પછી શેરિંગ વિકલ્પ અથવા ત્રણ બિંદુઓ પર ટેપ કરો. આ પછી તમારા ફોનમાં એન્ડ્રોઇડ યુઝર ગૂગલ ક્રોમ બ્રાઉઝર અને આઇઓએસ યુઝર સફારી બ્રાઉઝર ઓપન કરો.

આ પછી savefrom.nª વેબસાઇટ પર જાઓ. અહીં આગળની વિન્ડોમાં વિડિયોની લિંક પેસ્ટ કરો. આ પછી તમને વીડિયો ડાઉનલોડ કરવાનો વિકલ્પ મળશે, જેના પર ટેપ કરીને તમે વીડિયો ડાઉનલોડ કરી શકો છો. હવે તમે આ વિડિયો કોઈને પણ શેર કરી શકો છો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.