Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

રિલાયન્સ કન્ઝ્યુમરે શ્રીલંકાની બિસ્કિટ બ્રાન્ડ માલિબન સાથે ભાગીદારી કરી

• વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં પ્રવેશ શક્ય બનાવવા માટેની ભાગીદારી

• ભારતીય ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદનની પસંદગીઓ પૂરી પાડવા માટે પારસ્પરિક ક્ષમતાઓનો લાભ ઉઠાવાશે

મુંબઈ, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને એફએમસીજી શાખા રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (RCPL) શ્રીલંકામાં મુખ્ય મથક ધરાવતી માલિબન બિસ્કિટ મેન્યુફેક્ટરીઝ (પ્રાઇવેટ) લિમિટેડ (માલિબન) સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે.

શ્રીલંકામાં હેરિટેજ બ્રાન્ડ અને ઘરગથ્થુ નામ માલિબન એક અગ્રણી બિસ્કીટ ઉત્પાદક છે જે છેલ્લા 70 વર્ષથી બિસ્કીટ, ક્રેકર્સ, કૂકીઝ અને વેફર્સ સહિત ગુણવત્તાયુક્ત ઉત્પાદનોની શ્રેણી માટે જાણીતું નામ છે. આ ઉપરાંત કંપનીએ તેના ઉત્પાદનોની વૈશ્વિક બજારો સુધી પહોંચ વિસ્તારી પાંચ ખંડોના 35થી વધુ દેશોમાં નિકાસનો વિસ્તાર કર્યો છે.

આ જોડાણ અંગે બોલતા રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કુ. ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, “બજારમાં અગ્રણી સ્થિતિ સાથે માલિબન પાસે ઊંડા મૂળ ધરાવતો વારસો અને વિશ્વસનીયતા છે. આરસીપીએલ અને માલિબન વચ્ચેની આ વ્યૂહાત્મક ભાગીદારી સાથે

અમે માત્ર એક મહાન બ્રાન્ડ દ્વારા અમારા એફએમસીજી પોર્ટફોલિયોને મજબૂત જ નહીં બનાવીએ પરંતુ અમારા ભારતીય ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો દ્વારા ઉત્તમ વેલ્યૂ પ્રપોઝીશન પણ આપી શકીશું. ભારતમાં ઘણી જાણીતી વૈશ્વિક બ્રાન્ડ્સના કસ્ટોડિયન હોવાને કારણે

રિલાયન્સ ઉત્કૃષ્ટ કન્ઝ્યુમર ઇક્વિટીને વધુ વિસ્તૃત બનાવવા અને માલિબાને 70 વર્ષોમાં જે હાંસલ કર્યું છે ત્યાં સુધી પહોંચવાની પૂર્ણ ક્ષમતા ધરાવે છે.” આરસીપીએલનું વિઝન ભારતીય ગ્રાહકોને સ્થાનિક અને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત બ્રાન્ડ્સ અને ઉત્પાદન પસંદગીઓ લાવવાનું છે જે અસાધારણ ગુણવત્તા સાથે શ્રેષ્ઠ મૂલ્ય પ્રસ્તાવ રજૂ કરે.

RCPLએ ડિસેમ્બર 2022માં તેની પેકેજ્ડ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ બ્રાન્ડ ‘ઇન્ડિપેન્ડેન્સ’ લૉન્ચ કરી અને તેના ઝડપી વિસ્તરતા FMCG પોર્ટફોલિયો માટે એક અલગ અને સમર્પિત રિટેલ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક બનાવી રહ્યું છે.

RCPL સાથેની ભાગીદારી અંગે બોલતા માલિબનના ગ્રૂપ મેનેજિંગ ડિરેક્ટર કુમુદિકા ફર્નાન્ડોએ જણાવ્યું હતું કે, “અમને એ જાહેર કરતાં આનંદ થાય છે કે રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે માલિબન સાથે ભાગીદારી કરવાનું પસંદ કર્યું છે, જે લગભગ 70 વર્ષથી ગુણવત્તાના સર્વોચ્ચ ધોરણોને જાળવી રાખવા માટેના અમારા સમર્પણનો પુરાવો છે.

બંને સંસ્થાઓની અમારી પૂરક શક્તિઓ અમને ભારતના સમજદાર ગ્રાહકો સુધી માલિબનની અનોખી અને ખૂબ જ ઇચ્છિત રુચિઓ રજૂ કરવા માટે સક્ષમ બનાવશે. અમે ભારતીય ગ્રાહકોને વિશ્વસ્તરીય ઉત્પાદનો પૂરા પાડવાના આ સહિયારા ઉદ્દેશ્ય માટે રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ સાથે સહયોગ કરવા આતુર છીએ.”

આ ભાગીદારી સાથે રિલાયન્સ અને માલિબન યુનિક વેલ્યૂ પ્રપોઝીશન ડેવલપ કરશે જે બિસ્કિટ સેગમેન્ટમાં RCPLના પોર્ટફોલિયોને મજબૂત બનાવશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers