Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વાપી વી આઈ એ ખાતે મહાત્મા ગાંધીજીની પુણ્ય તિથિ ઉજવાઈ

(પ્રતિનિધિ)વાપી, પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે આજરોજ વાપી ખાતે માનનીય ધારાસભ્ય પારડી અને કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવી શ્રદ્ધાંજલિ આપી હતી.

મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં વાપી શહેર ભાજપના પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ , વાપી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન શાહ , વાપી ન.પા કારોબારી ચેરમેન શ્રી મિતેશભાઈ દેસાઈ , વિઆઈએ પ્રમુખ કમલેશભાઈ પટેલ , ભાજપ વાપી શહેર મહામંત્રી શ્રી વિરાજ ભાઈ દક્ષિણી , ભાજપ વાપી તાલુકા મહામંત્રી અલ્પેશભાઈ પટેલ , પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ , નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers