Western Times News

Gujarati News

નશામાં ગાડી ચલાવતા હોય તો, પણ વીમા કંપનીએ વળતર આપવું પડશે

તિરુવનંતપુરમ, કોઈ દુર્ઘટના થવાના કિસ્સામાં વીમા કંપની રોડ દુર્ઘટનામાં શિકાર શખ્સ અથવા થર્ડ પાર્ટીને શરુઆતમાં જ વળતરનો પૈસા આપી દેવા જાેઈએ.

ભલે વીમા પોલીસીધારક નશામાં વાહન કેમ ન ચલાવી રહ્યો હોય. કેરલ હાઈકોર્ટે સોમવારે એક અરજી પર સુનાવણી કરતા આ આદેશ આપ્યો છે.

કાનૂની મામલા સાથે જાેડાયેલી વેબસાઈટ લાઈવ લોના રિપોર્ટ અનુસાર, કેરલ હાઈકોર્ટના જસ્ટિસ સોફી થોમસે પોતાના આદેશમાં કહ્યું કે, નિસ્સંદેહ, જ્યારે ડ્રાઈવર નશાની હાલતમાં હોય છે, તો નિશ્ચિત રુપથી તેમની ચેતના અને ઈંદ્રિયા ક્ષીણ થઈ જાય છે, તેનાથી તે વાહન ચલાવવા માટે અયોગ્ય થઈ જાય છે.

પણ પોલિસી અંતર્ગત દેયતા પ્રકૃતિમાં વૈધાનિક છે અને એટલા માટે કંપની પીડિતને વળતર માટે ચુકવણીથી મુક્ત થઈ શકતા નથી. કેરલ હાઈકોર્ટ મોટર દુર્ઘટના દાવા ન્યાયાધિકરણ દ્વારા આપવામાં આવેલ વળતરમાં વધારાની માગવાળી એક અરજી પર સુનાવણી કરી રહ્યા હતા.

અપીલકર્તાએ ૪,૦૦,૦૦૦ રૂપિયાના વળતરનો દાવો કરતા એમએસીટીથી સંપર્ક કર્યો હતો. જાે કે, એમએસીટીએ ફક્ત ૨,૪૦,૦૦૦ રૂપિયાનું વળતર આપ્યું હતું, જેના વિરુદ્ધ તેમણે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. અપીલકર્તા, વર્ષ ૨૦૧૩માં એક ઓટોરિક્ષામાં યાત્રા કરતા સમય એક દુર્ઘટનાનો શિકાર થઈ ગયા હતા. તેમને એક કારે ટક્કર મારી હતી. જેમાં તેમને ગંભીર ઈજા થઈ હતી.

અપીલકર્તાએ દાવો કર્યો છે કે, તેને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ છ મહિના સુધી આરામ કરવો પડ્યો હતો. તે ઓટોરિક્ષાને ટક્કર મારનારા કાર ડ્રાઈવર વિરુદ્ધ દાખલ ચાર્જશિટથી ખબર પડી કે, તે નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હતો.

અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ સોફી થોમસે કહ્યું કે, કેમ કે ઉલ્લંઘન કરનારા વાહનનો વીમો કંપની સાથે કાયદેસર રીતે વીમો કર્યો હતો અને અપીલકર્તા એક થર્ડ પાર્ટી છે, એટલા માટે કંપની શરુઆતમાં જ તેના વાળતર આપવા માટે ઉત્તરદાયી છે.

પણ કંપની વાહનના ડ્રાઈવર અને માલિક તેને વસૂલ કરવા માટે પાત્ર છે. હાઈકોર્ટે અરજીકર્તાને વળતર ૩૯,૦૦૦ રૂપિયા વધારતા વીમા કંપનીને ર્નિણય કોપી મળવાની તારીખથી બે મહિનાની અંદર પૈસા જમા કરાવાનો નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે સાથમાં કહ્યું ે, વીમા કંપનીને અરજીની તારીખથી લઈને પૈસા જમા કરાવાની તારીખ સુધી ૭ ટકાના વ્યાજ સાથે વધારેલ વળતર આપવું પડશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.