Western Times News

Gujarati News

વઘઈ રેંજમાં વાડી યોજના અંતર્ગત વિવિધ સાધનોનુ વિતરણ કરાયું

(ડાંગ માહિતીે) આહવાઃ દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકની વઘઈ રેન્જ ખાતે વન વિભાગની ‘વાડી યોજના’ અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધનોનુ વિતરણ કરાયુ હતુ. વઘઈ રેંજમા વન વિભાગ દ્વારા લાભાર્થીઓને પાણીની ટાંકી, દાતરડા, પાઇપ લાઇન, પાવડા, ઓર્ગેનિક ખાતર જેવા સાધન સહાય આપવામા આવ્યા હતા.

અહીંના લોકો દ્વારા પોતાના ખેતરોમા કાજુ કલમો સાથે અન્ય વૃક્ષ ઉછરી પોતે પણ પગભર બને, અને પર્યાવરણના સુધારામા તેઓનુ યોગદાન રહે તે હેતુસર આ કાર્યક્રમ કરાયો હતો. આ પ્રંસગે મદદનીશ વન સરક્ષક શ્રી સુનિલ દેસાઈ, વઘઈ આર.એફ.ઓ શ્રી ડી. કે. રબારી તેમજ વન કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.