Western Times News

Gujarati News

અંકલેશ્વર GIDCનો વિદ્યાર્થી સમગ્ર રાજ્યમાં પ્રથમ આવતા ગોલ્ડ મેડલ મેળવ્યો

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચનીકે જે પોલિટેકનિકમાં ડિપ્લોમા એન્વાયરમેન્ટલ એન્જિનિયરમાં અભ્યાસ કરતા અને અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલી ગાયત્રી સોસાયટીમાં રહેતા ભૌમિત જયંતભાઈ તલાવીયા સમગ્ર રાજ્યમાં પ્રથમ આવતા ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

તારીખ ૨ જી ફેબ્રુઆરીના રોજ અમદાવાદની સાયન્સ સીટી ખાતે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના યોજાયેલા પદવિદાન સમારંભમાં ભૂમિત તલાવીયાને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતજીના વરદ હસ્તે પ્રમાણપત્ર અને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રફુલભાઈ પાનસેરીયા સહિત જીટીયુના વાઈસ ચાન્સેલર પંકજરાય પટેલ ની ઉપસ્થિતિમાં આ વિદ્યાર્થીને ગોલ્ડ મેડલથી નવાજવામાં આવતા ભરૂચની કે જે પોલિટેકનિક અને તલાવીયા પરિવારની સાથે સાથે ભરૂચ જિલ્લાને પણ ગૌરવ અપાવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.