Western Times News

Gujarati News

બંધન બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ્સ પર વ્યાજદરોમાં વધારો કર્યો

Bandhan Bank hikes interest rates on Fixed Deposits
  • બેંક સીનિયર સિટિઝન્સ માટે 5% વાર્ષિક વ્યાજદર અને અન્યો માટે 8% વ્યાજદર ઓફર કરે છે
  • 600 દિવસની મુદ્દત માટે વિશેષ ઓફર
  • 3 મહિનામાં ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજદરમાં બીજી વાર વધારો
  • બેંકિંગ ઉદ્યોગમાં સૌથી ઊંચા વ્યાજદરોમાં સામેલ
  • આજથી વ્યાજદરોમાં વધારો લાગુ

કોલકાતા, અગ્રણી યુનિવર્સલ બેંકો પૈકીની એક બંધન બેંકે એની એફડીના વ્યાજદરોમાં 50 બીપીએસ સુધીનો વધારો કર્યો છે. એફડીના નવા વ્યાજદરો રૂ. 2 કરોડ સુધીની રિટેલ ડિપોઝિટ માટે લાગુ છે.

Bandhan Bank hikes interest rates on Fixed Deposits

અને 6 ફેબ્રુઆરી, 2023થી લાગુ થયા છે. આ ઓફર મર્યાદિત ગાળા માટે છે. વ્યાજદરમાં આ વધારા સાથે બેંક બેંકિંગ ઉદ્યોગમાં ફિક્સ્ડ ડિપોઝિટ્સ પર સૌથી ઊંચા વ્યાજદરો પૈકીના એક ઓફર કરે છે.  

મેચ્યોરિટીનો ગાળો  નોન-સીનિયર સિટિઝન માટે વ્યાજના દર સીનિયર સિટિઝન માટે વ્યાજના દર
 7 દિવસથી 14 દિવસ 3.00% 3.75%
15 દિવસથી 30 દિવસ 3.00% 3.75%
31 દિવસથી 2 મહિનાથી ઓછા ગાળા માટે 3.50% 4.25%
2 મહિનાથી 3 મહિનાથી ઓછા ગાળા માટે 4.50% 5.25%
3 મહિનાથી 6 મહિનાથી ઓછા ગાળા માટે 4.50% 5.25%
6 મહિનાથી 1 વર્ષથી ઓછા ગાળા માટે 4.50% 5.25%
1 વર્ષથી 599 દિવસ 7.25% 7.75%
600 દિવસ 8.00% 8.50%
601 દિવસથી 2 વર્ષથી ઓછા ગાળા માટે 7.25% 7.75%
2 વર્ષથી 3 વર્ષથી ઓછા ગાળા માટે 7.25% 7.75%
3 વર્ષથી 5 વર્ષથી ઓછા ગાળા માટે 7.25% 7.75%
5 વર્ષથી 10 વર્ષ સુધી 5.85% 6.60%

બંધન બેંકના ગ્રાહકો રિટેલ ઇન્ટરનેટ બેંકિંગ કે એમબંધન મોબાઇલ એપ દ્વારા તેમના ઘરો કે ઓફિસોમાં સુવિધાજનક રીતે એફડીમાં બુકિંગ કે રોકાણનો લાભ પણ મેળવી શકે છે. આ ઓનલાઇન પ્રક્રિયા સાથે ગ્રાહકો સરળતાપૂર્વક ગણતરીની મિનિટોમાં એફડી બુક કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.